ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:47 PM, 18 May 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે કેન્દ્રીય મંત્રી મંડળમાં બે મોટા બદલાવ કરવામા આવ્યા જેમાં ખાસ કાયદા પ્રધાન કિરેન રિજિજુને મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. જેના સ્થાને અર્જુન રામ મેઘવાલને કેબિનેટમાં સ્થાન આપી કાયદા પ્રધાન બનાવવા જાહેરાત કરી છે. જ્યારે રિજિજુને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી અપાઈ છે. આ નિર્ણયને રાજકીય વિશ્લેષકો અલગ અંદાજથી જોઈ રહ્યા છે અને મેઘવાલને કાયદા મંત્રી બનાવી પીએમ મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનો સુર પુરાવી રહ્યા છે.
![]()
ADVERTISEMENT
અગાઉથી જ સંસદીય બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા અર્જુન રામ મેઘવાલનું સરકારે કદ વધારી દીધું છે. તો કિરેન રિજિજુ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે પણ ઘણો તણાવ ભર્યો સબંધ ચાલી રહ્યો હતો. આથી હવે સરકારના આ નિર્ણયથી મંત્રાલય અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ચાલી રહેલા તણાવનો પણ અંત આવે તેવું માનવામાં આવી રહ્યું છે. એ જ રીતે રાજસ્થાની ચૂંટણી અગાઉ આ નિર્ણય લેવાયો હોવાથી મેઘવાલનું પ્રમોશન પણ રાજસ્થાનમાં ભાજપને મજબૂત બનાવી કરી શકે છે.
કિરેન રિજિજુને હટાવવા પાછળનું કારણ
ADVERTISEMENT
લાંબા સમયથી ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે સતત મતભેદો હતા, તેનું કારણ કાયદા પ્રધાન કિરેન રિજિજુ હતા. કિરેન રિજિજુ અનેક વખત સવાલ ઉભા કરી ન્યાયાધીશ વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતા. આથી કર્ણાટકમાં હાર અને રાજસ્થાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેઘવાલને આ જવાબદારી સોંપી. આ નિર્ણય પાછળનું ખાસ કારણ એ પણ છે કે વાસ્તવમાં મેઘવાલની ગણતરી રાજસ્થાનના મોટા નેતાઓમાં થાય છે.તો મેઘવાલને પ્રમોટ કરીને પાર્ટીએ રાજસ્થાનના લોકોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. તે દલિત સમુદાયમાંથી આવે છે. આ સમુદાય રાજસ્થાનની રાજનીતિનું ગણિત નક્કી કરે છે. અને કિરેન રિજિજુ અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા તણાવને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે. આમ એક કાંકરે બે પક્ષી માર્યા હોવાનું વિશ્લેષકો કહી રહ્યા છે.

ADVERTISEMENT
રાજસ્થાનની 34 બેઠકો SC અને 25 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત
વધુમાં અર્જુન રામ મેઘવાલ દલિત સમુદાયમાંથી આવે છે, આવી સ્થિતિમાં અહીં દલિત મતો પર તેમની મજબૂત પકડ હોવાનું માનવામાં આવે છે. માનવામાં આવે છે. રાજસ્થાનની ચૂંટણી માથે છે અને તેમાં પણ રાજસ્થાનની રાજનીતિનું ગણિત દલિત વોટ બેંક નક્કી કરતી હોય તેવી સ્થિતી છે. રાજ્યમાં 200 બેઠકો છે, જેમાંથી 34 બેઠકો SC અને 25 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. વધુમાં રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા લગભગ 18 ટકા છે અને અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા લગભગ 13.49 ટકા છે.
સંકળાયેલા મુદ્દાઓ