બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Apply from today to take installment of 2 thousand of PM Kisan Samman Nidhi, apply like this

PM Kisan Yojana / કેન્દ્ર સરકારે આપી તક: PM કિસાન સન્માન નિધિનો 2 હજારનો હપ્તો લેવા આજથી કરો આવેદન, આ રીતે કરો અરજી

Megha

Last Updated: 01:35 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Registration: PM કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન આ રીતે અરજી કરી શકો છો.

  • પીએમ કિસાન યોજનાનો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોને મોકલ્યો હતો 
  • હવે નવેમ્બર મહિનામાં આવી શકે છે 15મો હપ્તો
  • PM કિસાન યોજના માટે ઓનલાઈન આ રીતે અરજી કરો

PM Kisan Registration: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (pm kisan samman nidhi yoja) હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 14 હપ્તામાં વહેંચવામાં આવ્યા છે. 

છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલ્યા હતા 
એ વાત તો નોંધનીય છે કે મોદી સરકાર ગરીબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં 8.5 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. આ યોજનાનો છેલ્લો હપ્તો 27 જુલાઈએ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. હવે પીએમ કિસાન યોજનાના 15મા હપ્તા અંગે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ચાલો જાણીએ કે ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા ક્યારે મળશે અને આ યોજના માટે કેવી રીતે અરજી કરવી.

નવેમ્બર મહિનામાં આવી શકે છે 15મો હપ્તો
મળતી માહિતી અનુસાર PM કિસાન યોજનાના 15મા હપ્તાના પૈસા આ વર્ષે 27 નવેમ્બર સુધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે પણ એક વાત એ મહત્વની છે કે જે ખેડૂતોએ PM કિસાન યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જ આ પૈસા મળશે. હાલ પીએમ કિસાન યોજનાના 15મા હપ્તા માટે પણ અરજી કરવામાં આવી છે.

PM કિસાન યોજના માટે ઓનલાઈન આ રીતે અરજી કરો
1. PM કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો 
2. આ પછી Farmer Corner પર ક્લિક કરો.
3. New Farmer Registration નો વિકલ્પ પસંદ કરો.
3. Rural Farmer Registration કે Urban Farmer Registrationમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરો.
4. આ પછી આધાર નંબર, મોબાઈલ નંબર દાખલ કરો અને રાજ્ય પસંદ કરો.
5. મોબાઈલ પર મળેલ OTP નંબર દાખલ કરો.
6. વધુ વિગતો સિલેકટ કરીને રાજ્ય અને જિલ્લા સહિત બેંક, આધાર કાર્ડની માહિતી ભરો.
7. આ પછી આધાર ઓથેન્ટિકેશન માટે સબમિટ બટન પર ક્લિક કરો
8. ખેતી અને જમીન સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.
9. બધી માહિતી ભર્યા પછી અને દસ્તાવેજ અપલોડ કરીને સેવ બટન પર ક્લિક કરો.
10. આ પછી સ્ક્રીન પર એપ્લિકેશન કન્ફર્મેશન મેસેજ આવશે એ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન કરવી શકો છો. 

આ લોકોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ 
ફક્ત તે લોકોને જ પીએમ કિસાનના પૈસા મળશે જેમને સમયસર તેમનું ઈ-કેવાયસી કરાવ્યું છે. જેમનું ઇ-કેવાયસી પૂર્ણ થયું નથી, તેમના પૈસા મળી શકશે નહીં. આ સિવાય જો કોઈ ખેડૂત અન્ય ખેડૂત પાસેથી લીઝ અથવા ભાડે જમીન લઈને ખેતી કરે છે તો તે પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ