બ્રેકિંગ ન્યુઝ
ગ્રીસના એન્ટીકિથેરા આઇલેન્ડની વસ્તી વધારવા માટે સરકાર લોકોને ત્યાં રહેવા માટેની એક અનોખો ઑફર જાહેર કરી છે. આ ઑફર અનુસાર ટાપુ પર રહેવા માગતા લોકોને મફતમાં ઘર અને જમીન સિવાય 3 વર્ષ સુધી દર મહિને સરકાર 565 ડૉલર એટલે કે 40000 રૂપિયા આપશે. આ આઇલેન્ડ તેના નૈસર્ગિક સૌંદર્ય અને શાંત જીવન માટે ફેમસ છે.
ADVERTISEMENT
મોટી સંખ્યમાં આવે છે ટૂરિસ્ટ:
આ આઇલેન્ડ પર મોટી સંખ્યામાં ટૂરિસ્ટ આવે છે, પરંતુ માત્ર 20 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ આઇલેન્ડમાં માત્ર 24 લોકો જ રહે છે. આટલી ઓછી વસ્તીને કારણે આ આઇલેન્ડને જલ્દી વસ્તી વગરનો થઇ જશે .આ માટે સ્થાનિક સરકારે આ ઑફર બહાર કાઢી છે. જોકે ઑફરના સમાચાર દુનિયભરમાં ફેલાતા 4 પરિવારોએ અહીંયા રહેવા માટે અરજી કરે છે. લાંબા સમયથી બંધ પડેલી સ્કૂલ પણ નવેસરથી શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પ્રકારના બિઝનેસ અહીં કરી શકાય છે:
સ્થાનિક કાઉન્સિલના પ્રેસિડન્ટે કહ્યુ કે, આ આઇલેન્ડ પર બેંકિંગ, કન્સ્ટ્રક્શન અને ફિશિંગ જેવા પ્રોફેશન શક્ય છે. અહીં વસીને આ વેપાર દ્વારા સ્થાનિકો સારી એવી કમાણી કરી શકે છે. અહીં રહેવા ઇચ્છતા લોકોને સરકારની કેટલીક સાધારણ શરતો માનવાની રહેશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પોતાના વિસ્તારો અને ગામડાઓને કાયમ માટે ખાલી થઇ જતા અટકાવવા યુરોમાં બીજા પણ કેટલાક દેશો છે જે આ પ્રકાર લોભામણી જાહેરાત સાથે પહેલ કરી રહ્યા છે. આની પહેલા ઇટલીના પણ અમુક ગામમાં વસ્તી વધારવા માટે સરકારે ઑફર આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.