બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Another round of unseasonal rains forecast in Gujarat

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ / ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ, તમામ જિલ્લાઓમાં વારાફરતી આ તારીખોમાં ખાબકશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Malay

Last Updated: 08:39 AM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: ખેડૂતોની માથેથી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

 

  • રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • રાજ્યમાં કમોસમી વરસાદની કરી આગાહી
  • બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ચિંતિત  

રાજ્યના હવામાન વિભાગે ભરઉનાળે ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. આજે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ધાનેરાના બોર્ડર વિસ્તારમાં વહેલી સવારે કરા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 

 

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ 
આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતત છે. 

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

આજે અહીં પડી શકે છે કમોસમી વરસાદ
આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, કચ્છ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. 

29 અને 30 એપ્રિલે પણ વરસાદની આગાહી
આવતીકાલે એટલે કે 29 એપ્રિલે અમદાવાદ, અરવલ્લી, દાહોદમાં વરસાદની આગાહી છે. તો ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 30મી એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નર્મદા, અમરેલી,  ભાવનગર, કચ્છમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદની  આગાહી: આજે ઉત્તર ગુજરાતમાં અને આવતીકાલે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની  શક્યતા ...

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજ્યભરમાં ઉનાળાનો મિજાજ અલગ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમી વધી રહી છે. જ્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે 26 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ