બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Another resignation after the resignation of the district president

ડાંગ / ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે વિખવાદ ચરમસીમાએ, જીલ્લા પ્રમુખ બાદ વધુ એક રાજીનામું

Vishal Khamar

Last Updated: 03:40 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગમાં ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો વચ્ચે વિખવાદ ચરમસીમાએ છે. ભાજપ જીલ્લા પ્રમુખનાં રાજીનામાં બાદ વધુ એક કાર્યકર દ્વારા રાજીનામું આપતા હવે ભાજપનો આંતરિક વિવાદ બહાર આવવા પામ્યો છે.

  • ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં વધુ એક રાજીનામુ
  • આહવા મંડળ પ્રમુખ સંજય ડી.વ્યવહારે આપ્યું રાજીનામુ
  • સી.આર.પાટીલને પત્ર લખી આપ્યું રાજીનામુ

 ડાંગ જીલ્લા ભાજપ સંગઠનમાં વધુ એક કાર્યકરે રાજીનામું આપ્યું છે.  ત્યારે આહવા મંડળ પ્રમુખ સંજય ડી. વ્યવહારે રાજીનામું આપ્યું છે.  સંજય ડી. વ્યવહારે સી.આર.પાટીલને પત્ર લખી રાજીનામું આપ્યું છે. ત્યારે જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. જે હવે ચરમસીમાએ પહોચ્યો છે. ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્ય વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. સવારે જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ત્યારે આગામી સમયમાં હોદ્દેદારો પણ રાજીનામા આપે તેવી શક્યતા છે. 

ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું

આંતરિક વિવાદમાં જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપી દીધું છે. વાત જાણે એમ છે કે, ડાંગ પંથકમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડાંગ ભાજપ સંગઠન-ચૂંટાયેલા પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. મહત્વનું છે કે, આંતરિક વિવાદમાં સૌ પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે. 
શું કહ્યું  દશરથ પવારે? 
ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે પોતાના લેટરહેડ પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં દશરથ  પવારે લખ્યું કે, હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે. આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી કરી છે. 
ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ 
ચર્ચાઓ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ બાદ જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડ્યુ છે. ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી શકે છે. નોંધનીય છે કે, ભાજપ પ્રમુખે થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લામાં થતા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ