બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Announcement of Ahmedabad Traffic Police in view of Dakor Mela foot pilgrims

જાણો લો / ડાકોર મેળાના પગપાળા યાત્રાળુઓને જોતાં અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, આ રસ્તા 10 દિવસ રહેશે બંધ

Dinesh

Last Updated: 11:14 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​Ahmedabad news: ડાકોર મેળમાં પગપાળા જતા યાત્રાળુંઓને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડી કેટલાક રસ્તાઓ પર વાહનની અવર જવર પર પ્રતિબંધ મુક્યો છે

ખેડામાં ડાકોર પગપાળા જતા લોકોને લઇ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી દિવસોમાં ડાકોર ખાતે ફાગળસુદ પુનમનો મેળો ભરાનાર હોય અને વધુ પડતા યાત્રાળુઓ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી જશોદાનગરથી હાથીજણ રીંગરોડ લાલગેબી સર્કલથી હાથીજણ-મહેમદાવાદ મુખ્ય નેશનલ હાઇવે પરથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને જાનહાની થવાનો સંભવ રહે છે. જેથી કેટલાક રસ્તાઓ પર આવતા-જતા વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડાયવર્ટ આપવામાં આવ્યો છે. 

સમગ્ર જાહેરનામું વાંચવા અહીં ક્લિક કરો 

આ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે
પગપાળા દર્શનાર્થીઓને વાહનો અવર જવર લઈને અકસ્માતો અને જાનહાનિ સંભવાના વધુ હોઈ કેટલાક રોડ બંધ કરાયા છે. રસ્તાઓ બંધ કરતા વૈકલ્પિક રૂટ પરથી અવર જવર કરી શકશે. અત્રે જણાવીએ કે, જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. જશોદા નગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા સુધી જતો બીજી સાઈડ રોડ પરથી અવર જવર ચાલુ રહેશે. જ્યારે વિઝોલ ચાર રસ્તાથી જશોદા નગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રિંગરોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એકસપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 16 માર્ચથી 26 માર્ચ સુધી એક સાઈડનો રોડ બંધ રહેશે

વાંચવા જેવું: ગુજરાતમાં કોંગ્રેસના આ ઉમેદવારે લોકસભાની ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, શક્તિસિંહને પત્ર લખી કારણ પણ જણાવ્યું

આ વાહનો ચાલી શકશે
આ જાહેરનામુ ફાયરબ્રિગેડ,એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરીયાતની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તથા તેને લગતા સાધન-સામગ્રી લઇ જતા વાહનોને લાગુ પડશે નહી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ