બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Anandiben Patel said, Corona is not responsible for heart attacks among youth, all cases should be investigated, appealed regarding TB and cancer also

નિવેદન / આનંદીબેન પટેલે કહ્યું, યુવાનોમાં હાર્ટઍટેક માટે કોરોના જવાબદાર નથી, તમામ કેસની તપાસ થવી જોઈએ, TB અને કેન્સરને લઈને પણ કરી અપીલ

Vishal Khamar

Last Updated: 04:31 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ તાલુકાનાં સંડેર ખાતે 100 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર ખોડલધામનાં ખાતમુર્હત કાર્યક્રમમાં UP નાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટ એકેટથી યુવાનોનાં મોતને લઈ આનંદીબેને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

  • રાજ્યમાં યુવાનોના હાર્ટએટેકથી મોતને લઈ પૂર્વ મુખ્યમંત્રીનું નિવેદન
  • યુવાનોના હાર્ટએટેક પાછળ કોરોના જવાબદાર નથી : આનંદીબેન પટેલ
  • હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો સર્વે કરાવો: આનંદીબેન પટેલ

હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો સર્વે કરાવો: આનંદીબેન પટેલ
પાટણ તાલુકાનાં સંડેર ખાતે નિર્માણ થઈ રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને  ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે  રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મોતને લઈ આનંદીબેને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે, યુવાનોનાં હાર્ટએટેક પાછળ કોરોનાં જવાબદાર નથી. હાર્ટએટેકથી મૃત્યુનાં તમામ કેસનું પરીક્ષણ થવું જોઈએ. હાર્ટએટેકમાં મહિલા અને પુરૂષ કેટલા તેનો સર્વે કરાવવો. 

UPમાં 50 હજાર દિકરીઓને મેં વેક્સિન અપાવી છે: આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે મહિલાઓને લઈને નિવેદન આપ્યું હતું કે, સૌથી વધુ કેન્સરનાં કેસો મહિલાઓમાં થાય છે. 9 થી 14 વર્ષની દીકરીઓને વેક્સિન અપાય તો સર્વાઈકલ કેન્સર નહી થાય તેમજ 3 હજાર રૂપિયાની વેક્સિન દીકરીઓને અપાવો ખોડલમાના આર્શિર્વાદ રહેશે. યુપીમાં 50 હજાર દિકરીઓને મેં વેક્સિન અપાવી છે. 

સાંસદો-ધારાસભ્યો 1-1 ટીબી પેશન્ટને દત્તક લે: આનંદીબેન પટેલ 
તેમજ ટીબી રોગ અંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે નિવેદન આપ્યું હતું કે, સાંસદો-ધારાસભ્યો 1-1 ટીબીનાં પેશન્ટને દત્તક લે. તેમજ ટીબીનાં દર્દીઓને 6 મહિના પૌષ્ટિક આહાર અપાવો. પૌષ્ટિક આહારથી 2024 માં ટીબી મુક્ત ગુજરાત બનાવી શકીશું. વડાપ્રધાન મોદીની યોજનાઓ થકી દેશમાં 12.50 કરોડ પરિવાર ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે પાટીદાર તો ઉદાર દિલનાં લોકો છીએ. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ