બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important decision by the Congress High Command to build Rajiv Gandhi Bhavan across Gujarat like Kamalam

રણનીતિ / 'કમલમ'ની જેમ હવે ગુજરાતભરમાં બનશે રાજીવ ગાંધી ભવન, દરેક જિલ્લા-તાલુકામાં હશે કાર્યાલય, હાઇકમાન્ડનો નિર્ણય

Malay

Last Updated: 11:25 AM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big decision of Congress High Command: કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હવે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બન્યા બાદ હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

  • ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં બેઠક
  • શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ હાઈકમાન્ડનો નિર્ણય
  • હવે કમલમની જેમ ગુજરાતભરમાં બનશે રાજીવ ગાંધી ભવન

ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપ્યા બાદ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલમની જેમ ગુજરાતભરમાં રાજીવ ગાંધી ભવન બનાવવાનો નિર્ણય લીધો છે. હાઈકમાન્ડે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસ કાર્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. 

કોંગ્રેસ બોલી- સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા  ક્રમે, અમાનવીય પ્રથા કેમ હજુ યથાવત | Gujarat has the second highest number  of deaths due ...

ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હીથી તેડું આવતા તમામ દિલ્હીના દરબારમાં પહોંચ્યા છે. આજે દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાઈ છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને AICCના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી હાજર છે. 

શક્તિસિંહ ગોહિલને કમાન મળતા જ હાઇકમાન્ડ એક્શનમાં: કોંગ્રેસના સિનિયર નેતાઓને  આવ્યું દિલ્હીનું તેડું, ઘડાશે રણનીતિ | High Command in action as Shaktisinh  ...

લોકસભાની ચૂંટણી અંગે પણ થઈ શકે છે ચર્ચા
આ બેઠકમાં ઓલ ઈન્ડિયા પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટના સેક્રેટરી લાલભાઈ પટેલને ગુજરાતના કાર્યાલયોની પ્રોપર્ટીની માહિતી સાથે બોલાવવામાં આવ્યા છે.કોંગ્રેસના મહાસચિવ કે.સી.વેણુગોપાલ અને  AICCના ખજાનચી પવન બંસલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની પ્રોપર્ટી અને ટેસ્ક બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા થઈ શકે છે.

શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બન્યા બાદ પ્રથમ બેઠક
શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બન્યા બાદ દિલ્હી ખાતે આ પ્રથમ બેઠક યોજાઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ