બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / amit shah announce new laws are implemented all cases would get over within two years

એક્શન / હવે કોર્ટમાં બે વર્ષથી વધુ સમય સુધી નહીં ચાલે કોઈ કેસ: ગૃહમંત્રી શાહે આપ્યું મોટું નિવેદન

Arohi

Last Updated: 02:10 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah: અમિત શાહે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેન્દ્ર જોનલ કાઉન્સિલના કામને ખૂબ મહત્વ આપે છે અને માટે 2014 અને 2023ની વચ્ચે રાજ્યોની મદદથી 1143 મુદ્દાનું સમાધાન કરવામાં આવ્યું છે.

  • ગૃહમંત્રી શાહે આપ્યું મોટું નિવેદન
  • હવે 2 વર્ષથી વધારે નહીં ચાલે કોઈ કેસ 
  • લાગુ થશે નવા કાયદા 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ગાંધીનગરમાં 26માં પશ્ચિમી ક્ષેત્રીય પરીષદની બેઠકની અધ્યક્ષતા કરી. આ સમયે તેમણે કહ્યું કે ભારત દ્વારા પોતાના વિવિધ કાયદા સંહિતા અપનાવવા અને વસાહત વિરાસતોને અસ્વીકાર કર્યા બાદ કોઈ પણ કેસ બે વર્ષથી વધારે સમય સુધી નહીં ચાલે. 

અમિત શાહે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રીઓ અને દાદરા તથા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકને કહ્યું, "મોદી સરકાર દ્વારા હાલમાં જ સંસદમાં રજૂ કરેલા 3 નવા નિયમો- ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ના પાસ થયા બાદ કોઈ પણ કેસ 2 વર્ષથી વધારે સમય સુધી ચાલુ નહી રહી શકે. તેના પરિણામરૂપે 70% નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે."

બેઠકમાં તેમણે કહ્યું, "તમામ રાજ્યોએ આ કાયદાના અમલીકરણ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા ઉભી કરવા માટે કામ કરવું જોઈએ."  

બેઠકમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને અન્ય મંત્રી, પશ્ચિમી ક્ષેત્રના રાજ્યોના મુખ્ય સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવ, અંતર-રાજ્ય પરિષદ સચિવાલય અને રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાદોના અન્ય વરિષ્ઠ અધિકારી શામેલ હતા. 

આ બેઠકનો ભાગ રહેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "બેઠકમાં સમજાવવામાં આવ્યું છે કે એક વખત નવો કાયદો લાગુ થયા બાદ અમે વસાહતી વારસાને અસ્વીકાર કરવામાં સક્ષમ રહીશું. સાથે જ એવું પણ સુનિશ્ચિત કરીશુ કે દેશભરમાં કાયદાકીય વ્યવસ્થા મેનેજમેન્ટની એક સમાન પ્રણાલી લાગુ થાય.

એનડીએ અને યુપીએ સરકારના કામકાજની તુલના કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે 2014 અને 2023ની વચ્ચે જોનલ કાઉન્સિલની કુલ 23 બેઠકો અને તેની સ્થાયી સમિતિઓની 29 બેઠક થઈ, જેની 2004 અને 2014 સુધી જોનલ કાઉન્સિલ 11 બેઠકો, ત્યાં જ પરિષદ અને સ્થાયી સમિતિઓની 14 બેઠકો થઈ હતી. 

અમિક શાહે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે કેન્દ્ર જોનલ કાઉન્સિલના કામકાજને ખૂબ મહત્વ આપે છે અને માટે 2014 અને 2023ની વચ્ચે રાજ્યોની મદદથી 1143 મુદ્દાનો સામનો કરવામાં આવ્યો. જે કુલ મુદ્દાના 90 ટકાથી વધારે છે જે જોનલ કાઉન્સિલનું મહત્વ દર્શાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ