બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / AMC commissioner scolds corporator over illegal construction, says do work if official breaks

અમદાવાદ / ગેરકાયદે બાંધકામ મુદ્દે AMC કમિશનરે કોર્પોરેટરને તતડાવ્યા, કહ્યું- જો કોઈ અધિકારી તોડ કરે તો આ કામ કરો

Mehul

Last Updated: 06:28 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમા ગેરકાયદે બાંધકામ મામલે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા.મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, ગેરકાયદે બાંધકામ થતું હોય તો કોર્પોરેટર ફરિયાદ કરે, કોઈ તોડ કરે તો પણ જાણ કરો.

  • મહાપાલિકાની બેઠકમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો
  • ગેરકાયદે બાંધકામ જણાઈ તો કરો ફરિયાદ;કમિશનર 
  • પૈસા લઈ ઢાંક-પીછોડો થતો હોય તો પણ કરો જાણ  

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં શહેરમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉછળ્યો હતો. શહેરમાં ગેરકાયદે બાંધકામ મામલે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરને જવાબ આપ્યો હતો.મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામ થતું હોય તો કોર્પોરેટર ફરિયાદ કરે અને ગેરકાયદે બાંધકામ મામલે જો કોઈ અધિકારી તોડ કરે તો પણ ફરિયાદ કરે. સાથે જ કોર્પોરેટર ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન ન આપે તેવી અપીલ પણ કરી છે.

નગરસેવકો ફરિયાદ કરે; કમિશનર 

અમદાવાદમાં ઠેર-ઠેર થઇ રહેલા ગેરકાયદે બાંધકામ મુદ્દે મહાપાલિકાની સામાન્ય સભામાં મુદ્દો ઉઠતા,કમિશનરે કહેવું પડ્યું હતું કે, શહેરમાં ક્યાય પણ ગેરકાયદે બાંધકામ કોર્પોરેટરનાં ધ્યાનમાં આવતું હોય તો તેમને ફરિયાદ કરવી જોઈએ અને ગેરકાયદે બાંધકામને કોઈ ખોટી રીતે પ્રોત્સાહન આપતું હોવાનું પણ ધ્યાનમાં હોય તો જાણ કરવી જોઈએ. સાથોસાથ કોઈ અધિકારી નાણાની લેવડ-દેવડથી ગેરકાયદે બાંધકામ પર ઢાંક-પીછોડો કરતો હોય તો પણ ફરિયાદ કરવા આહવાન કર્યું છે. 

કોઈ અવ્યવહારુ વલણ નહિ ચલાવી  લેવાય 

રાજ્યમાં બે મહિના પહેલા સતાસ્થાને ગોઠવાયેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અવ્યવહારુ વલણ નહિ ચલાવી લેવાના સંકેત અપાયા હતા. રાજ્યના અને ખાસ કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે મહાપાલિકાની આ નીતિ જરૂરી છે. પરિણામે અમ્દાવાદ્ મહાનગર પાલિકાના કમિશનરે ,નગર સેવકોને આ પ્રકારે ફરિયાદ કરવા પ્રોત્સાહન આપ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ