બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Patel's forecast: 5 days 'extreme' for Gujarat, Sabarmati and Narmada will flood, know where it will rain

ચોમાસુ / અંબાલાલ પટેલની આગાહી: 5 દિવસ ગુજરાત માટે 'અતિભારે', છલકાઈ જશે સાબરમતી અને નર્મદા, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

Vishal Khamar

Last Updated: 08:03 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. તેમત 25 જૂનથી ગુજરાતનાં વધુ વિસ્તારોને ચોમાસુ આવકારી લેશે. 27 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદની આગાહી છે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી 
  • આગામી 24 કલાકમા ગુજરાતમા ચોમાસુ થશે સક્રિય : અંબાલાલ પટેલ
  • 27 જૂનથી 2 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ 

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. ત્યારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનાં કારણે મધ્ય પ્રદેશમાં પુર આવી શકે છે. તેમજ નર્મદા નદીનાં વિસ્તારમાં વરસાદનાં કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાં જળસ્તર વધી શકે છે. તેમજ મુંબઈ મહારાષ્ટ્રનાં ભાગોમાં વિદર્ભ મરાઠાવાડ વગેરે ભાગોમાં વરસાદ થઈ શકે છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ વરસાદની આગાહી
ગુજરાતમાં હજુ ચોમાસાનું વિધિવત્ આગમન થયું નથી તેમ છતાં તેનાં ચક્રો ગતિમાન થઈ ગયાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે, તેમાં પણ અમદાવાદ, વડોદરા, મહેસાણા અને ગોધરામાં તા. ૨૮, ૨૯ અને ૩૦ જૂને ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. દરમિયાન, આજે સવારના રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 3.7 ઇંચ વરસાદ, ગોધરામાં 3.5 ઇંચ,વડોદરાના દેસરમાં 2.7 ઇંચ, આણંદમાં 2.4 ઇંચ, કાલોલ અને હાલોલમાં 2-2 ઇંચ વરસાદ પાડ્યો હતો.તે જ રીતે ઉમરેઠ અને ઠાસરામાં 2-2 ઇંચ વરસાદ અને સાવલી તથા ઘોઘંબામાં 1.75 ઇંચ વરસાદ તેમજ ધાનપુરામાં 1.5 ઇંચ, ગળતેશ્વર અને નડીયાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. 

બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
અમદાવાદમાં બફારાથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. આજે પણ આકાશમાં વરસાદી વાદળાંઓનું સામ્રાજ્ય જોવા મળે છે, જોકે શનિવાર અને રવિવારની રજાઓમાં વરસાદથી લોકોને ખાસ હેરાન નહીં થવું પડે, પરંતુ સોમવારથી એટલે કે ઉઘડતા અઠવાડિયાથી શહેરમાં વરસાદની એન્ટ્રી થશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં તા. ૨૬, ૨૭, ૨૮ અને ૨૯ જૂન   એમ ચાર દિવસ વરસાદ પડી શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ