બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Ambalal Patel's big prediction, the force of cold will increase in Gujarat from December
Priyakant
Last Updated: 09:53 AM, 29 November 2023
ADVERTISEMENT
Ambalal Patel Forecast : ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.