બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel's big prediction about cold and rain in the state

કમોસમી આગાહી / ઠંડીનો ચમકારો, ડિપ ડિપ્રેશન, કમોસમી માવઠું..., અંબાલાલ પટેલની વધુ એક ચોંકાવનારી આગાહી

Priyakant

Last Updated: 03:52 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast In Gujarat Latest News: અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી.  ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ

  • રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ આગાહી
  • અંબાલાલ પટેલે ઠંડીની કરી આગાહી
  • 28 ડિસેમ્બરથી ઠંડી વધવાની સંભાવના
  • રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી

Ambalal Patel Forecast In Gujarat : રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ સાથે 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ઠંડી અને વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.

કમોસમી વરસાદની સંભાવના 
અંબાલાલ પટેલે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. જેમાં 14થી 18 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ કરશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ