બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Patel predicted rain on these dates

સાચવજો! / વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં, અસર અમદાવાદ સુધી: અંબાલાલ પટેલે આ તારીખોમાં વરસાદ પડવાની કરી આગાહી

Malay

Last Updated: 03:42 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવનાં સૌથી વધુ રહેશે. સાગરકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે.

  • અરબી સમુદ્રમાં આક્રમક બન્યું બિપોરજોય વાવઝોડું 
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
  • 'વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે'

અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલા સાયક્લોન બિપોરજોયે ગુજરાતના વહિવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે લેન્ડ કરી શકે છે. વાવાઝોડાના મુદ્રાથી લઇને કરાચી સુધીના વિસ્તારમાં ટકરાવવાની સંભાવના છે. આ વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ વચ્ચે હવે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

વર્ષનું પ્રથમ વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં: આ વિસ્તારોમાં પડી શકે ભારે  વરસાદ, હવામાન વિભાગે આપી દીધું એલર્ટ | 2022 first cyclone asani about to  knock imd ...

દ્વારકા અને માંગરોળમાં વર્તાશે સૌથી વધારે અસર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે.

દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશેઃ અંબાલાલ
તેમણે જણાવ્યું કે, વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે.  દરિયો તોફાની બનશે અને દરિયામાં ભારે કરંટ જોવા મળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. આગામી 12થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ નહીં પડે ભારે વરસાદ, પણ આ વિસ્તારોમાં પડી શકે છે  ઝાપટાં | Normal rain forecast for next 5 days in Gujarat

બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે. 

આ વિસ્તારમાં પડી શકે છે અતિભારે વરસાદ
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ