બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ambalal Alert: Monsoon's first deep depression likely, third round of rain likely to wreak havoc, sweat forecast

શ્રીકાર / અંબાલાલનું એલર્ટ: ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે, વરસાદનો ત્રીજો રાઉન્ડ જાણે તબાહી મચાવશે, પરસેવો છૂટી જાય તેવી આગાહી

Vishal Khamar

Last Updated: 10:05 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. તેમજ ગુજરાતમાં 17 થી 20 જુલાઈ દરમ્યાન વરસાદની શક્યતા છે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • આવતીકાલથી રાજ્યમાં વરસાદ નું જોર ઘટશે
  • રાજ્યમાં છુટાછવાયા વરસાદની શક્યતા 

વરસાદનાં બીજા રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ત્યારે ડેમ સહિત નદી, નાળા તેમજ તળાવો પણ છલકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કે 12 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. તેમજ 15 જુલાઈએ બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે.  તેમજ ગુજરાતમાં 17 થી 20 જુલાઈ દરમિયાન વરસાદની શક્યતા છે. અને 18 થી 20 જુલાઈએ મ્યાનમારથી ઓરીસ્સા તરફ સિસ્ટમ સક્રિય થશે. બંગાળમાં 18 થી 20 જુલાઈએ ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન બનશે. 

ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતાઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશનાં વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દેશનાં ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધરાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધશે. 

આજે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે. આવતીકાલથી ફરી મેઘરાજા વરસશે. આજે ગુજરાતમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. આજના દિવસ માટે ભારે કે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ