ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
જો તમે કેળાના છાલ કચરો સમજીને ફેંકી દો છો તો હવેથી એમ કરતાં પહેલા ધ્યાન રાખજો. કારણ કે કેળાના ફક્ત છાલમાં જ એટલા ગુણો છે જેનો કદાચ તમને ખ્યાલ જ નહીં હોય. કેળાની છાલમાં રહેલા વિટામિન, કાર્બોહાઇડ્રેટ, એન્ટીઑક્સીડેન્ટ અને પોટેશિયમ જેવા તત્વો તમારી ત્વચા માટે વરદાન કરતાં સહેજ પણ ઓછાં નથી.
ADVERTISEMENT
તો આવો જાણીએ કેળાના છાલથી થતાં લાભ
- જો તમે પિમ્પલ્સથી કંટાળ્યા છો તો કેળાના છાલ તમને ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલ પર મધ લગાડીને પિમ્પલ્સ પર હલ્કા હાથે મસાજ કરવી અને થોડી વાર પછી મોઢું ધોઈ લેવું.
ADVERTISEMENT
- જો ચહેરા પર બ્લેકહેડ સતત થતા હોય તો તો કેળાના છાલનો ઉપયોગી સાબિત થશે. કેળાની છાલને મસળીને અડધી નાની ચમચી લીંબુનો રસ અને ચપટી બેકિંગ પાઉડર મિક્સ કરી લેવું. પછી બ્લેકહેડ્સવાળા ભાગ પર 10 મિનિટ માટે લગાડી દો અને પછી ચહેરો ધોઈ લેવો.
- દાંતની પીળાશ દૂર કરવામાં પણ આ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. લગભગ એક અઠવાડિયા સુધી રોજ સવારે એક કેળાના છાલને દાંત પર સારી રીતે ઘસવું અને પછી કોગળા કરી લેવા.
ADVERTISEMENT
- આંખની નીચે ડાર્ક સર્કલ થઇ ગયા છે? તો આ સમસ્યામાં પણ કેળાના છાલ ઉપયોગી નીવડે છે. આ માટે કેળાના છાલને બ્લેંડરમાં પીસી લેવી અને તેમાં એલોવેરે જેલ મિક્સ કરી આંખની નીચેના ભાગમાં લગાડવી. જ્યારે સુકાઈ જાય તો ધોઈ લો અને આ ઉપાય સતત કરવાથી ડાર્ક સર્કલમાં દૂર થઇ જશે
- કેળાની છાલમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. આ માટે કેળાના છાલને મિક્સ્ચરમાં પીસીને તેમાં બે નાની ચમચી બદામનું તેલ મિક્સ કરી ચહેરા પર લગાડવું. 20 મિનિટ પછી ધોઈ લેવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો