બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All the districts of Gujarat have been alerted due to Biporjoy Cyclone

વાવાઝોડાનું તોળાતું સંકટ / એક બાદ એક બંધ થઈ રહ્યા છે ગુજરાતનાં બીચ, હોર્ડિંગ્સ ઉતારી લેવાયા, ગુજરાતથી આટલું દૂર છે વાવાઝોડું બિપોરજોય

Malay

Last Updated: 03:15 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના તમામ જિલ્લાઓમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. દરિયા કાંઠા વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

 

  • સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ
  • કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
  • તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ
  • અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ 

દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગોવા, મુંબઈ, પોરબંદર અને કરાચીમાં જોવા મળી શકે છે. આ દરમિયાન અહીં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શુક્રવારે કહ્યું કે, બિપોરજોય આગામી 48 કલાકમાં ખતરનાક રૂપ ધારણ કરી શકે છે.

જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ
ગુજરાતના પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળશે. સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે. 

સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
સંભવિત "બિપોરજોય "વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તમામ કર્મચારીઓની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય રજાઓ રદ્દ કરવામાં આવી છે. શહેર-જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટરે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી સાવચેતી અને સલામતીના પગલાં લેવા સૂચના આપી છે. ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવા દ્વારા પણ પૂર્વ મંજૂરી સિવાય હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. તમામને કચેરીમાં હાજર રહેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. 

ગીર સોમનાથના દરિયામાં જોવા મળ્યો કરંટ
ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. વાવાઝોડું ગીર સોમનાથની નજીક આવતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં 8થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંભવિત વાવાઝોડાને લઈને ગીર સોમનાથનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હાલ વેરાવળના દરિયા કિનારે 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

બોટો પરત બોલાવી લેવાઈ
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઈને અમરેલી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. જાફરાબાદના દરિયા કિનારે બોટો લાંગરવાની શરૂઆત કરવામાં આવી છે. દરિયામાંથી તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના અપાઈ છે. દરિયા કિનારેથી બોટોને કન્ટેનરમાં ભરીને સમારકામ માટે લઈ જવાઈ છે.

પોરબંદર શહેરમાં ઉતારી લેવાયા હોર્ડિંગ
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય નામનું વાવાઝોડું પોરબંદરથી 870 કિ.મી. દૂર છે. જેને પગલે સમુદ્રના પાણીનો રંગ બદલાયો છે. વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં થવાની આગાહીના પગલે વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તંત્રએ આશ્રય સ્થાનો નક્કી કરવામાં આવ્યાં છે. શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાંથી હોર્ડિંગ ઉતારી લેવાયા છે. 

સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 2 નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્રમાં સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ દરિયાકાંઠે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડું ક્યાં ત્રાટકશે તે હજુ નક્કી નથી. જાનહાનીની ભીતિને ધ્યાનમાં રાખીને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવાની સૂચના આપવામાં આવી છે. જામનગર જિલ્લાના 22 ગામોના 76 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા તૈયારી કરવામાં આવી છે. દ્વારકા, વેરાવળ, અમરેલીના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ