બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Alarming increase in heart related diseases in Rajkot

સાવચેતી એજ સલામતી / છેલ્લાં 3 વર્ષમાં રાજકોટ સિવિલમાં હ્રદયરોગના દર્દીઓમાં મોટો ઉછાળો, આંકડો 6 હજારને પાર

Kishor

Last Updated: 05:51 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમા હદય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પર થઈ ગયો હોય તેવું સામે આવ્યું છે.

  • રાજકોટમાં હ્રદય સંબંધિત બીમારીઓમાં ચિંતાજનક વધારો 
  • છેલ્લા 3 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી 
  • વર્ષ 2021માં 1879 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી

એક બાજુ રાજ્યમાં કોરોનાકાળ બાદ હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો નોંધાવી રહ્યો છે. બીજી બાજુ આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલ વિગત અનુસાર રાજકોટમા હાર્ટએટેક નહિ પરંતુ હદય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પર થઈ ગયો હોય તેવું સામે આવ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિ. રાધેશ્યામ ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવાયો,  સર્જરી વિભાગના ડો. જે.જી.ભટ્ટને સોંપાયો | Deprived of charge as  Superintendent of ...

વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી
છેલ્લા 3 વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી છે. વર્ષ 2021માં 1879 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે. જેમા વધારો થયો છે અને  વર્ષ 2022માં 2426 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હતી. તો વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીની સારવાર લીધી હોવાનું હોસ્પિટલમાં સત્તાવાર રીતે આંકડા સામે આવ્યા છે. તેમ રાજકોટ સિવિલ સુપ્રિ. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે.

 

કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલજગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે. જેમાંથી રાજકોટમાં યુવકનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે સુરતમાં કામદારનું હાર્ટ એટેકથી મોત થયું છે.

રાજકોટમાં 32 વર્ષના યુવકનું મૃત્યુ
રાજકોટના આણંદપર ગામે રહેતો વિપુલ નામનો 32 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.  જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોકટરે વિપુલને મૃત જાહેર કર્યો હતો. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં છેલ્લા આઠ દિવસથી દરરોજ એક-બે યુવાનનાં હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થઈ રહ્યા છે.

સુરતમાં કંપનીના કામદારનું હાર્ટએટેકથી મોત
આ ઉપરાંત સુરતના ઓલપાડના ઓરમા ગામે આવેલી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ ગૌતમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સહકર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રાકેશને તપાસતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ ડોક્ટરે મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ અંગેની જાણ વતનમાં યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ