બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabadis will not face water shortage even in 45 degree temperature, CM Bhupendra Patel has made a big announcement

છતાં બચાવજો / 45 ડીગ્રી તાપમાનમાં પણ અમદાવાદીઓને નહીં પડે પાણીની તંગી, CM ભૂપેન્દ્ર પટેલે કરી દીધી મોટી જાહેરાત

Mehul

Last Updated: 08:39 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી

  • અમદાવાદને પાણી માટે  87.16 કરોડ રૂપિયા 
  • ઉંચી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત
  • મહાનગરમાં  કુલ 255.89  કરોડના શહેરી વિકાસ કામ 

અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.અમદાવાદ મહા નગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમ એલ ડી તથા 200 એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે તેમજ વધારાના 300 એમ એલ ડી ના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 1150 MLD થશે.

મહા નગરપાલિકાએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે કોતરપુર વોટર વર્કસ માંથી હાલ અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને કોતરપુર ના 650 ,200 અને 300 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને પ્રવર્તમાન સ્થિતિ એ વધારાની અને ભવિષ્યની પાણી ની જરૂરિયાત સંતોષવા ટ્રંક મેઈન પાઇલાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

આ હેતુસર મહા નગરપાલિકાએ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવી ભાટગામ પાછળના ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઈને વિસત તરફ જતા માર્ગ પરના પ્રમુખ સ્વામી મહારાજ રોડ સુધી જુદા જુદા વ્યાસની એમ.એસ પાઇપ નાખીને હાલના 1300 મી.મી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાના કામોના ડી.પી.આર આપેલા છે
મુખ્યમંત્રીએ આ દરખાસ્તનો સર્વગ્રાહી અભ્યાસ કરીને 2200, 1600,1400 તથા 800 મી.મી. ડાયાની એમ.એસ. પાઇલાઇન કામો માટે 58.20 કરોડ, 3000 મી.મી ડાયા એમ.એસ પાઇપ પૂશિંગ માટે 2.42 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.
આ ઉપરાંત તેમણે 2200એમ એમ ડાયાની પાઇપ લાઇનને સાબરમતી નદી પાર કરાવવા માટે બ્રિજના કામો માટે 15.84 કરોડ, રોડ રિસરફેસિંગ કામો માટે 10 કરોડ મળી સમગ્રતયા 87.16 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે 
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભૂતકાળમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી વિતરણ ના કામો માટે 168.73 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે.

હવે તેમણે અમદાવાદ પૂર્વના આ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જળ વિતરણ માટે 87.16 કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપતા કુલ 255.89  કરોડના કામો અમદાવાદ મહાનગરમાં હાથ ધરાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ