બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmedabad metro rail project phase 1 work, metro train to run in 2022

કામગીરી / VIDEO: અમદાવાદીઓ આનંદો! મેટ્રો ફેઝ-1નું કામ પૂર્ણતાને આરે,જાણો ક્યારથી દોડતી થશે ટ્રેન

Kiran

Last Updated: 01:37 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1નું કામ પૂર્ણતાને આરે છે, મેટ્રોના 6.5 કિમી અંડર ટનલનું કામ પૂર્ણ કરાયું છે એવામાં વર્ષ 2022માં ચૂંટણી પહેલા મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે

  • અમદાવાદમાં મેટ્રોનું કામ પૂર્ણતા તરફ
  • વસ્ત્રાલથી થલતેજના રૂટ પર દોડશે મેટ્રો
  • 6.5 કિમી અંડર ટનલનું કામ પૂર્ણ કરાયું

મેટ્રો રેલ પ્રોજેકટ અમદાવાદમાં ખૂબ મહત્વનો પ્રોજેક્ટોમાંનો એક પ્રોજેક્ટ છે, મેટ્રો રેલની કામગીરી પૂર્ણ થતા પરિવહન ક્ષેત્ર માટે પણ અતિ મહત્વનું મનાઈ છે જેને લઈને આ પ્રોજેક્ટેને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જો કે કોરોનાને કારણે મેટ્રો રેલની કામગીરી પર પ્રભાવિત થઈ હતી જો કે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 



 

વસ્ત્રાલથી થલતેજના રૂટ પર દોડશે મેટ્રો

મેટ્રો રેલ પ્રોજેકટની ફેઝ-1માં 40 કિલોમીટરમાં મેટ્રો રેલ દોડાવવાનું કામ ચાલું છે. જેમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. મહત્વું છે કે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં એપરલ પાર્કથી શાહપુર સુધી 6.5 કિલોમીટરમાં ટનલ બનાવવામાં આવી છે. જેમાં ટનલમાં કિનિશીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લાઈટ, સિગ્નલ, સફોકેશન સિસ્ટમનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે 

6.5 કિમી અંડર ટનલનું કામ પૂર્ણ કરાયું

મહત્વનું છે કે મેટ્રો ટનલ જમીનના 20 મીટર નીચે બનાવવામાં આવી છે. જેથી મુસાફરોની સ્લામતી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં ટનલમાં 250 મીટર અંતરે ટનલ ક્રોસ પેસેજ સાથે જોડવામાં આવી છે તેવા 18 પેસેજ રખાયા છે. જેથી આકસ્મિક ઘટના સમયે મુસાફરો સરળતાથી બહાર નીકળી શકે. જે 6.5 કિલો મીટરમાં બનાવવામાં આવેલ બંને તરફની ટનલ વચ્ચે 6.5 મીટરનું અંતર છે. તેમજ ટનલની અંદરનો ડાયામીટર 5.8 મીટરનો અને બહારનો ડાયામીટર 6.35 મીટરનો છે.

જમીનથી 20 મીટર અંદર ટ્વીન ટનલ તૈયાર કરાઇ

આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પહેલા જ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને દોડતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ફેઝ બાદ વસ્ત્રાલ-થલતેજ રુટ પર વર્ષ 2022ના અંત સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરીજનો મેટ્રો ટ્રેનની રાહ જોઈને બેઠા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ