બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Ahmedabad DRI seized 48.20 kg of gold being smuggled into the country

સફળતા / અમદાવાદ DRIની મોટી કાર્યવાહી: શારજહાંથી લવાયેલું 25.26 કરોડનું 48.20 કિલો સોનું સુરતથી ઝડપ્યું, 3 મુસાફરોને આંતર્યા

Kishor

Last Updated: 12:03 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારજહાંથી સુરત એરોપોર્ટ પર સોનુ આવતું હોવાની બતમીને પગલે DRI સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં 25.26 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું હતું.

  • અમદાવાદ DRIની મોટી કાર્યવાહી
  • દાણચોરીથી 48.20 કિલો સોનાની હેરાફેરી પકડાઈ
  • સુરત એરોપોર્ટથી DRIએ 3 મુસાફરોની ધરપકડ કરી

અમદાવાદ DRI દ્વારા મોટી કાર્યવાહી કરી દાણચોરીથી દેશમાં ઘુસાડવામાં આવતા  48.20 કિલો સોનાની હેરાફેરી પકડી પાડી હતી. DRIની તપાસ દરમિયાન શારજહાંથી સુરત એરોપોર્ટ પર સોનુ આવતું હોવાની બતમીને પગલે DRI સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તપાસના ચક્રોગતિમાન કરી શારજહાંથી લવાતા 25.26 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું હતું.

Ahmedabad DRI seized 48.20 kg of gold being smuggled into the country

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શારજહાંથી લવાતું હતુ સોનું
અમદાવાદ DRI દ્વારા સુરત એરોપોર્ટથી 3 મુસાફરોને દબોચી લેવામાં આવ્યા હતા. જે તમામ મુસાફરો પાસેથી 99 ટકા શુદ્ધ સોનું ઝડપાયુ હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનું છુપાવી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વધુમાં દાણચોરીના ઈરાદે 5 બ્લેક બેલ્ટમાં સોનું છુપાવ્યુ હોવાનો પણ પર્દાફાશ થયો છે.હાલ સમગ્ર પ્રકરણ ઉઘાડું પડતા DRIએ કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે સોના તરફ ભારતીયો હંમેશાં આકર્ષાયા છે અને સોનાના દીવાના રહ્યા છે. ત્યારે સોના પર ભારતમાં 18 ટકા જીએસટી લાગતો હોવાથી દાણચોરીનું દૂષણ વક્રી રહ્યું છે અને ઘણા લોકો વિદેશથી દેશમાં સોનુ ઘૂસાડવા પ્રયાસ કરે છે જોકે છાશવારે સુરક્ષા એજન્સી દ્વારા આવા લોકોના ઈરાદાઓને સફળ થવા દેવામા આવતા નથી.  જેમાં વધુ એક વખત સફળતા સાંપડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ