બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / આરોગ્ય / ahmedabad corona Elderly and people with comorbid conditions need to be cautious

ભય / અમદાવાદમાં કોરોનાના XBB1.16 વેરિઅન્ટનો વાયરો, કોમોર્બિડ દર્દીઓએ સાવચેત રહેવાની ખાસ જરૂર, 1નું મોત

Kishor

Last Updated: 10:31 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

  • કોરોનાની ચોથી લહેર સામે સતર્કતા જરૂરી
  • કોમોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓમાં સંક્રમણનું જોખમ
  • વૃદ્ધોએ પણ કોરોનાથી સાચવવું

અમદાવાદ શહેર અને રાજ્યમાં કોરોનાની નવી લહેરે માથું ઊંચક્યું છે. અત્યાર સુધી કોરોનાની ત્રણ વેવથી લોકો તોબા પોકારી ચૂક્યા છે. ગયા એપ્રિલ-૨૦૨૦માં એટલે કે ત્રણ વર્ષ પહેલાંની કોરોનાની ફર્સ્ટ વેવ વખતે દેશવ્યાપી લોકડાઉન અમલમાં મુકાયું હતું. હવે જ્યારે ફરી કોરોનાએ ઉપદ્રવ મચાવવા લીધો છે ત્યારે બીપી, ડાયાબિટીસ, કેન્સર, એચઆઇવી, કીડની જેવા રોગ ધરાવનારા એટલે કે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓએ કોરોનાના સંક્રમણથી બચવાની ખાસ જરૂર છે. વૃદ્ધોએ પણ કોરોનાથી સાચવવું જોઈએ તેવો તબીબોનો મત છે.

હાશકારો.! ગુજરાતમાં કોરોનાના ફરી વળતાં પાણી, નવા 231 કેસ, અમદાવાદમાં પણ  રાહતના સંકેત | 231 new cases of corona have been reported in the state

ઉંમરલાયક લોકો સહેલાઈથી કોરોનાનો ભોગ બનતા
અત્યારે કોરોનાનું સંક્રમણ નવેસરથી જોવા મળી રહ્યું છે. શહેરના પૂર્વ અમદાવાદ કરતાં પશ્ચિમ અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યા વધુ છે. પશ્ચિમ અમદાવાદમાં પણ વિશેષ કરીને બોડકદેવ, જોધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વોર્ડ ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોનાના વધુ દર્દી તંત્રના ચોપડે નોંધાયા છે, જોકે એક્ટિવ કેસના મામલે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ એક્ટિવ કેસ જોવા મળ્યા છે.અગાઉની કોરોનાની વેવ વખતે કોમોર્બિડ કન્ડિશન ધરાવતા દર્દીઓ અને ઉંમરલાયક લોકો સહેલાઈથી કોરોનાનો ભોગ બનતા હતા.

અમદાવાદમાં રોજના ૧૦૦ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા
ગઈ કાલે સાઉથ બોપલના ૭૧ વર્ષીય દર્દીનું કોરોનાથી મોત નીપજતાં ફરી એક વાર શહેરમાં કોરોના ભયજનક બન્યો છે. XBB1.16 વેરિઅન્ટના કારણે કોરોનાનો ચેપ ફેલાતો જાય છે, તેમાં પણ રાજ્યમાં નોંધાતા કોરોનાના કુલ કેસના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ગઈ કાલે રાજ્યમાં ૩૨૪ કેસ નોંધાયા હતા, જે પૈકી સૌથી વધુ ૯૪ કેસ અમદાવાદના હતા.અત્યારે હળવાં લક્ષણો ધરાવતા કોરોનાના કેસ ભલે સામે આવી રહ્યા હોય, તેમ છતાં કોરોનાની હાલ ચાલતી ફોર્થ વેવમાં રોજના ૧૦૦ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હોઈ ખાસ કરીને વૃદ્ધો અને કોમોર્બિડ કન્ડિશન ધરાવતા લોકોએ કોરોનાથી સાવધાની રાખવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ