બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ahmed Patel son and daughter did not come to welcome Rahul in Bharuch

ભારત જોડો ન્યાય યાત્રા / ભરુચમાં અહેમદ પટેલના પુત્ર-પુત્રી રાહુલના સ્વાગતમાં ન આવ્યાં, કોંગ્રેસે 'લાફો મારીને ગાલ લાલ' રાખ્યાં

Dinesh

Last Updated: 04:43 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch News: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચમાં પહોંચી હતી જ્યાં યાત્રાના સ્વાગત સમયે અહેમદ પટેલના પરિવારની ગેરહાજરી જોવા મળતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ફરી રહી છે. કોંગ્રેસ સરકાર આવશે તો યુવાનોને રોજગારની ગેરંટી આપીને 30 લાખ ખાલી જગ્યાઓ ભરવામા આવશે. પરીક્ષામાં પેપર લીક ન થાય તે માટે વિશેષ કાયદો બનાવીને લીક કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચી હતી. જે યાત્રાના સ્વાગત સમયે અહેમદ પટેલના પરિવારની ગેરહાજરી જોવા મળી હતી. 

'....એટલે નારાજગી હોઇ શકે'
રાહુલ ગાંધીના ભરૂચ આગમન સમયે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની ગેરહાજરી જોવા મળતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે.  ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસ સાથે જ છે અને કોંગ્રેસ સાથે કામ કરશે.  ફૈઝલ અને મુમતાઝની ચૂંટણી લડવાની ઇચ્છા હતી એટલે નારાજગી હોઇ શકે પરંતુ ગઠબંધનના કારણે આ બેઠક અમારે ગુમાવવી પડી છે.

વાંચવા જેવું: બાળકોને કાનના મશીનમાં મોટી સહાય, હોસ્પિટલ સુધી મફત મુસાફરી, CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય

ભરૂચ બેઠક AAPના ખાતે જતા નારાજ થયા હતાં
અહેમદ પટેલ ભરૂચ કદાવર નેતા હતા. તેઓ કોંગ્રેસના વિશ્વાસું નેતા પૈકીના એક હતાં. તેમની પુત્રી મુમતાઝ પટેલે  અને તેમના પુત્ર ફૈઝલ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતા હતા. પરંતુ INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન થતા તેમનું આ બેઠક આપના ખાતામાં જતા ફૈઝલ અને મુમતાઝ બંન્ને નારાજ થયા હતાં. ચૈતર વસાવાને ભરૂચ બેઠક પરથી AAPના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.  તે બંન્ને નેતાઓની ગેરહાજરીને લઈ ફરી એક વાર ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાહુલ ગાંધીની આ યાત્રામાં આપ નેતાઓ પણ જોડાયા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ