બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / After the win, Kohli shook hands with everyone

કડવાશ / VIDEO : જીત બાદ કોહલીએ બધાની સાથે હાથ મિલાવ્યાં, ગાંગુલીને જાણી જોઈને ટાળ્યો, વીડિયો થયો વાયરલ

Vishal Khamar

Last Updated: 11:34 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શનિવારે દિલ્હીની ટીમ સામે એકતરફી જીત નોંધાવી હતી. મેચ બાદ કંઈક એવું જોવા મળ્યું જેને દર્શકો જોતા જ રહી ગયા. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેની કડવાશ સામે આવી છે.

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે દિલ્હી કેપિટલ્સને ખૂબ જ ખરાબ રીતે હરાવ્યું
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે એક તરફી જીત નોંધાવી
  • મેચ બાદ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે કડવાશ જોવા મળી

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. સતત 5 મેચ રમ્યા બાદ ટીમ અત્યાર સુધી એક પણ જીત નોંધાવી શકી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે શનિવારે દિલ્હીની ટીમ સામે એકતરફી જીત નોંધાવી હતી. મેચ બાદ કંઈક એવું જોવા મળ્યું જેને દર્શકો જોતા જ રહી ગયા. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચેની કડવાશ સામે આવી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે ડબલ હેડરની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં ટીમની આ સતત 5મી હાર છે. ટોસ જીત્યા બાદ દિલ્હીના કેપ્ટન ડેવિડ વોર્નરે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલીની જોરદાર ફિફ્ટીની મદદથી બેંગ્લોરની ટીમે 6 વિકેટે 174 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હીના બેટ્સમેનો સમેટાઈ ગયા હતા અને 98 રનમાં 7 વિકેટ ગુમાવનાર ટીમે ભારે મુશ્કેલી સાથે 9 વિકેટે 151 રન સુધી પહોંચાડી હતી.

દિલ્હી અને બેંગ્લોર વચ્ચેની મેચ સમાપ્ત થયા બાદ એક વીડિયો સામે આવ્યો છે. મેચ પછી, જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા, ત્યારે કંઈક એવું જોવા મળ્યું જે યોગ્ય નથી.

વીડિયોમાં વિરાટ કોહલી દિલ્હીના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો પરંતુ સૌરવ ગાંગુલી સાથે હાથ મિલાવી શક્યો ન હતો. વાયરલ થયેલા વિડિયોમાં બંને વચ્ચે કંઈક એવું બન્યું જેના કારણે તેઓ એકબીજાની સામે મળ્યા ન હતા. સૌરવ ગાંગુલી હાથ મિલાવ્યા વગર આગળ વધી ગયો અને વિરાટ પણ રોકાયો નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ