ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / After the victory in Karnataka the race for the post of Chief Minister began in the Congress

તાણખેંચ / સીએમ પદ માટે શરુ થયો ખટરાગ,રાહુલ ગાંધીના નજીક નેતાએ પણ માન્યું,કર્ણાટકમાં હજુ સમય લાગી જશે.

Published By: Mahadev Dave

Last Updated: 04:04 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની ચૂંટણીમાં જીત બાદ હવે કોંગ્રેસમાં નવા વિવાદે માથું ઉચક્યું છે. જેમાં કદાવર નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ વકર્યો હોય તેવુ સામે આવ્યું છે.

ADVERTISEMENT

  • કર્ણાટકમાં કોંગ્રેસને જે વાતનો ડર હતો તે જ થવા જઈ રહ્યું 
  • મુખ્યમંત્રી પદ માટે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે તાણખેંચ
  • કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર નિણર્ય

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત જીત હાંસલ કરી છે. પરંતુ કોંગ્રેસને જે વાતનો ડર હતો તે જ થવા જઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી પદની રેસમાં આગળ છે જે બંને આ મામલે આમને સામને આવી ગયા છે અને બંને વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશની સૌથી જૂની પાર્ટી માટે આ મામલે નિર્ણય કરવો લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે.  કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના ગણાતા કેસી વેણુગોપાલના નિવેદનો પરથી આ સંકેત મળી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી કોણ હશે? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે આ માટે થોડો સમય લાગશે. પરંતુ અમે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથે વાતચીત કરી આ મડાગાંઠ ઉકેલી નાંખશું ! બનેં દિલથી કોંગ્રેસી જ છે.

આજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે

બીજી તરફ કદાવર નેતાની આ લડાઈ વચ્ચે મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના મુખ્યમંત્રી બનવાની અટકળોને અટકળો મામલે તેમણે ફોડ પાડ્યો છે અને 'ખડગેનો કોઈ પ્રશ્ન જ નથી.  તેમ કરી અફવા ઉપર ધ્યાન ન આપવા જણાવ્યું હતું.તો આજે ધારાસભ્ય દળની બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી પદ માટેના દાવેદારના નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવે તેવુ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાઈકમાન્ડે જ મુખ્યમંત્રીની પસંદગી કરવી જોઈએ.તેવું પણ કહેવામા આવી રહ્યું છે.

 

સિદ્ધારમૈયા મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા

મુખ્યમંત્રી પદના વિવાદ વચ્ચે સિદ્ધારમૈયા મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા અને તેમને મળ્યા હતા. જેને લઈને પણ આફવાનું બજાર ગરમ થયું હતું પરંતુ બેઠક શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવી ખડગેના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયંકએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.સીએલપીની બેઠકમાં સીએમ પદ માટે અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેવું કહ્યું હતું.

કર્ણાટકના મુખ્યમંત્રી કોણ ડીકે શિવકુમાર કે સિદ્ધારમૈયા તે મામલે સાંજે યોજાનારી મિટિંગમાં સ્પષ્ટ કરી દેવામાં આવી શકે છે. પરંતુ આ અગાઉ 
સિદ્ધારમૈયા એક્ટિવ થયા છે અને પોતાના વિશ્વાસપાત્ર ધારાસભ્યો સાથે અલગથી મીટીંગ કરી હતી. આ મિટિંગમાં દિનેશ ગુડુ રાવ, એમએન પાતાલા, બેથરી સુરેશ સહિતના અનેક ધારાસભ્યો જોડાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Chief Minister post Karnataka congress કર્ણાટક કોંગ્રેસ ખટરાગ રાહુલ ગાંધી karnataka congress

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ