બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / After the arrest of three terrorists from the gold market of Rajkot, fear among the gold traders

ખુલાસો / રાજકોટના સોની બજારને લઇ ચોંકાવનારો ઘટસ્ફોટ, છેલ્લા 25 વર્ષમાં કારીગરો 100 કરોડના દાગીના લઈને થયા રફુચક્કર

Malay

Last Updated: 11:18 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ સોની બજારમાંથી છેલ્લા 25 વર્ષમાં 100 કરોડના દાગીના લઈને કારીગરો ફરાર થયાની માહિતી સામે આવી છે. રાજકોટના ગોલ્ડ એસોસિયેશનના ભાયાભાઈ સોહાલિયાએ કહ્યું કે, મોટા ભાગના કેસમાં પોલીસ ફરિયાદ થતી નથી.

  • રાજકોટ સોની બજારમાં ખુલાસો 
  • કારીગરો દાગીના લઇ થાય છે ફરાર 
  • માલિકને વિશ્વાસમાં લઈ આચરે છે છેતરપિંડી

રાજકોટની સોની બજાર દેશભરમાં પ્રખ્યાત છે. રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા બાદ સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્રણ કારીગરોની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી ખૂલ્યાની જાણ થતાં જ સોની બજારમાં સોંપો પડી ગયો છે. 

25 વર્ષમાં 100 કરોડના દાગીના લઇ કારીગરો થયા ફરાર
સોની બજારમાંથી આતંકી ઝડપાયા બાદ મોટો ખુલાસો થયો છે.  રાજકોટના ગોલ્ડ એસોસિએશનના ભાયાભાઈ સોહાલિયાએ જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષમાં 100 કરોડના દાગીના લઈને કારીગરો ફરાર થયાની માહિતી સામે આવી છે. ફરાર થયેલા કારીગરો વિરુદ્ધ મોટાભાગના કિસ્સામાં ફરિયાદ થતી નથી. બંગાળી કારીગરો માલિકનો વિશ્વાસ કેળવી ચૂનો લગાવે છે.

મોટા ભાગના કેસમાં પોલીસ ફરિયાદ થતી નથીઃ ભાયાભાઈ સોહાલિયા
તેઓ જણાવ્યું કે, છાશવારે બંગાળી કારીગરો વેપારીઓનું સોનુ લઈ ભાગી જતા હોવાના કિસ્સાઓ બને છે. પરંતુ મોટાભાગે વેપારીઓ પાસે આ કારીગરોના કોઈ આધાર-પુરાવા ન હોવાથી પોલીસ તેમને પકડી શકતી નથી. તો કેટલાક બનાવમાં તો ફરિયાદ પણ થતી નથી. 

રાજકોટમાંથી ઝડપાયા ત્રણ આતંકીઓ
આપને જણાવી દઈએ કે, ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલ ત્રણ આતંકવાદીઓને રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. 

6 મહિનાથી રહેતા હતા રાજકોટમાં
જેમાં ATSનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે ATSને માહિતી મળી હતી કે પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે અને તેઓએ હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 

આરોપી પાસેથી મળી આવી પીસ્તોલ
ATSની ટીમો છેલ્લા 3-4 દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ આ ત્રણેય ગુનેગારો છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. ત્રણ આરોપી ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર ફેલાવો કરવાનું કામ કરતા હતા. તેમજ ઝડપાયેલ 3 આરોપીઓ પાસેથી ATSએ 1 પીસ્તોલ અને 10 કારતુસ કબ્જે કર્યા છે. આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. આ હથિયાર તેઓએ ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે. 

હાલ ચાલી રહી છે પૂછપરછઃ ઓમપ્રકાશ જાટ
તેઓએ જણાવ્યું કે, આ આતંકવાદીઓ કોના-કોના સંપર્કમાં હતા?, લોકલ હેન્ડરલ કોણ છે? તેની પણ તપાસ કરવામાં આવનાર છે. સોનાના કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ બાકી છે. તેમજ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ બાકી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ