ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વેટ લોસમાં મદદગાર છે કોફી
કોફીમાં કેફીન હોવાને કારણે એનર્જી માટે પણ લોકો તેને પીતા હોય છે. કોફી ડોપામાઈન જેવા ન્યૂરોટ્રાન્સમીટર રિલીઝ કરે છે અને માઈન્ડને ફ્રેશ કરવામાં મદદ કરે છે, પરંતુ કદાચ તમે નહીં જાણતા હો કે કેફીન ફેટ બર્નિંગની જેમ કામ કરે છે અને વેટ લોસની પ્રોસેસને ઝડપી બનાવે છે. રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ ગઈ છે કે કોફી 2 રીતે વજન ઘટાડે છે. પહેલું મેટાબોલિઝ્મ વધારીને અને બીજું ફેટ ટિશ્યૂમાંથી ફેટને બર્ન કરીને.
ADVERTISEMENT
કોફી અને મધ સાથે લેવાશે જલ્દી દેખાશે અસર
કોફી અને મધ બન્ને વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ તેનાથી અન્ય સ્વાસ્થ્ય ફાયદાઓ પણ મળે છે. જેથી તમે રોજ એકવાર અથવા દિવસમાં બેવાર કોફીમાં ખાંડ મિક્સ કરવાની જગ્યાએ તેમાં 1 ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરીને પીવાનું રાખો. કોફીમાં રહેલું કેફીન અને મધમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઝડપથી વેટ ઓછું કરશે. આમ તો ઘણાં લોકો મધને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. પણ કોફી સાથેનું તેનું કોમ્બિનેશન બહુ જ અસરકારક સાબિત થાય છે.
ADVERTISEMENT

મેટાબોલિઝ્સ તેજ કરે છે
ADVERTISEMENT
એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર મધ અને કેફીનવાળી કોફી બન્ને શરીરનું મેટાબોલિઝ્સ તેજ કરવામાં મદદ કરે છે. મેટાબોલિઝ્મ તેજ હોવાથી બોડીમાં ફેટ જમા થતું નથી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ ઝડપી બને છે. જેના પરિણામ સ્વરૂપ વજન જલ્દીથી ઓછું કરવામાં મદદ મળે છે.
કેલરી બર્ન કરવામાં ફાયદાકારક
ADVERTISEMENT
મધમાં ઘણાં વિટામિન્સ, મિનરલ્સ અને માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેથી જો નિયમિત રીતે મધનું સેવન કરવામાં આવે તો કેલરી બર્ન કરવામાં મદદ મળે છે અને શરીર હેલ્ધી પણ રહે છે. સાથે જ મધ ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછું કરે છે. જેનાથી શરીરમાં રહેલો ફેટ સરળતાથી દૂર કરવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો