બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / According to Astrology it is not advisable for all the zodiac signs to wear gold

જ્યોતિષ શાસ્ત્ર / વૃષભ, મિથુન સહિત આ રાશિના જાતકો સોનું પહેરતા હોય તો સાવધાન!, કરવો પડશે અનેક સમસ્યાનો સામનો, જાણો વૈદિક જ્યોતિષના નિયમ

Vaidehi

Last Updated: 07:06 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનાનાં ધાતુનો સંબંધ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. તેથી જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નેગેટિવ છે તો તમારે સોનું ન પહેરવું જોઈએ.

  • સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે
  • કેટલીક રાશિનાં જાતકો માટે સોનું પહેરવું લાભદાયી
  • જ્યારે કેટલીક રાશિઓએ સોનું પહેરવાથી બચવું જોઈએ

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહનો સંબંધ કોઈને કોઈ ધાતુ સાથે હોય છે. જેમ સૂર્યનો સંબંધ તાંબા સાથે હોય છે તેવી જ રીતે ગુરુ ગ્રહનો સંબંધ સોના સાથે માનવામાં આવે છે. પણ સોનું ક્યારેય પણ ફેશનમાં ન પહેરવું જોઈએ. કારણકે ફેશનમાં સોનું પહેરવાથી તમને નુક્સાનનો સામનો કરવો પડી શકે છે. એટલું જ નહીં તમને આર્થિક નુક્સાન પણ થઈ શકે છે. 

આ લોકો માટે સોનું ધારણ કરવું શુભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ મેષ, કર્ક, સિંહ અને ધનુ રાશિમાં થયો છે. તે લોકો માટે સોનું ધારણ કરવું ફળદાયી સાબિત થઈ શકે છે. શરીરનાં અલગ-અલગ અંગોમાં સોનું ધારણ કરવાની અલગ-અલગ અસર થાય છે. ઉદાહરણ તરીકે ગળામાં ધારણ કરવાથી ગુરુ જન્મકુંડળીનાં લગ્ન સ્થાનમાં અસર દેખાડે છે.  જો ગુરુ કુંડળીમાં કમજોર છે તો પણ તમે સોનું ધારણ કરી શકો છો. સોનું પહેરવાથી તમને આર્થિક મજબૂતી મળી શકે છે.

આ લોકોએ સોનું ધારણ કરવું ટાળવું
વૃષભ, મિથુન, મકર અને કુંભ રાશિનાં વ્યક્તિઓએ સોનું ધારણ કરવાથી બચવું જોઈએ. સાથે જ તુલા અને વૃશ્ચિક લગ્નવાળા લોકોએ પણ સોનું પહેરવાથી બચવું જોઈએ. જો તમને પેટ સંબંધિત સમસ્યા છે તો તમારે સોનું ન પહેરવું જોઈએ. સાથે જ તમારું વજન વધારે છે તો પણ તમારે સોનું ધારણ ન કરવું જોઈએ. કારણકે મોટાપાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે માનવામાં આવે છે. તેથી સોનું પહેરવાથી તમારું વજન વધી શકે છે. આ સાથે જ શનિ ગ્રહ સંબંધિત કાર્ય, કોલસા, ઓયલ, લોખંડ વગેરે કામ કરનારા લોકોએ સોનું ખાસ ન પહેરવું.  કારણકે તેનાથી વેપાર પર ખરાબ અસર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ