ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / abp news c voter survey nda or india who will benefit most if one nation one election is implemented

સર્વે / એક દેશ.. એક ચૂંટણી'થી NDA કે I.N.D.I.A? લોકસભા ચૂંટણીમાં કોને થશે ફાયદો? સર્વેના આંકડા ચકિત કરી મૂકે તેવા

Published By: Mahadev Dave

Last Updated: 11:08 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન નેશન વન ઇલેક્શન'ની ચર્ચા વચ્ચે સી-વોટર દ્વારા એબીપી ન્યૂઝ માટે 'વન નેશન વન ઇલેક્શન' મુદ્દે ઓલ ઈન્ડિયામાં સર્વે હાથ ધરાયો હતો. જેના પરિણામ જાણો આ અહેવાલમાં

ADVERTISEMENT

  • દેશમાં 'વન નેશન વન ઇલેક્શન'ની જોરશોરથી ચર્ચા 
  • કેન્દ્ર સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં
  • જુઓ સી વોટર દ્વારા એબીપી ન્યૂઝ સાથે કરાયેલા સર્વેમાં શુ આવ્યું પરિણામ

હાલ દેશમાં 'વન નેશન વન ઇલેક્શન'ની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તેવામાં 'વન નેશન વન ઇલેક્શન'ની એટલે કે લોકસભા, વિધાનસભા સહિત નગરપાલિકાઓ અને પંચાયતો એમ તમામ ચૂંટણીઓ એક સાથે યોજવાની શક્યતાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં આઠ સભ્યોની નિમણૂક કરાય છે અને આ સમિતિ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળ કામ કરશે. આ સમિતિના ગઠનની સાથે જ દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીની ચર્ચાએ જોર પકડ્યું છે.

દેશમાં 'વન નેશન વન ઇલેક્શન'ની તૈયારીઓ શરૂ, જાણો તેનાથી થતા 8 ફાયદા અને  નુકસાન | Preparations for 'One Nation One Election' started in the country

18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર

બીજી બાજુ કોંગ્રેસ સહિતના ગઠબંધન વાળા I.N.D.I.A ના ઘણા પક્ષોએ આ વિચારને અટકાવવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓનું આયોજન છે તથા આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિ વચ્ચે સરકારે સમિતિની જાહેરાત કરી છે. જેને લઈને જાણકારોમાં એવી ચર્ચા જાગી છે કે હવે સરકાર ટૂંક સમયમાં 'વન નેશન વન ઇલેક્શન'નું બિલ લાવી શકે છે. સાથે સાથે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર પણ બોલાવાયું છે. જેના એજન્ડા હજુ સરકાર દ્વારા બહાર પડાયા નથી. ત્યારે સી-વોટર દ્વારા એબીપી ન્યૂઝ માટે 'વન નેશન વન ઇલેક્શન' મુદ્દે ઓલ ઈન્ડિયામાં સર્વે હાથ ધરાયો હતો.

સૌથી વધુ ફાયદો કોને થશે?

જો 'વન નેશન, વન ઈલેક્શન' લાગુ કરવામાં આવે તો સૌથી વધુ ફાયદો કોને થશે? તેવા સવાલમાં 45 ટકા લોકોએ કહ્યું કે તમામ પક્ષોને આ નિર્ણયનો લાભ મળી શકે છે. તો 20 ટકા લોકોએ NDAના સમર્થનમાં અને 15 ટકા લોકોએ I.N.D.I.A ગઠબંધનના સમર્થનમાં સૂર પુરાવ્યો હતો. તો આ નો કોઈને લાભ નહિ મળે એવું પણ 9 ટકા લોકોએ કહ્યું છે. તો કઈ ન કહી શકાય તેમ 11 ટકા લોકોએ  કહ્યું છે.

Topic | VTV Gujarati

'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' લાગુ કરવાથી ફાયદો કોને થશે?

  • એનડીએ - 20 ટકા
  • I.N.D.I.A- 15 ટકા
  • તમામ પક્ષો - 45 ટકા
  • કોઈ નહીં - 9 ટકા
  • કહીં ના શકાય - 11 ટકા

 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની અમલવારીથી I.N.D.I.A ગઠબંધન તૂટી જશે?

  • હા- 29 ટકા
  • ના- 45 ટકા
  • કહીં ના શકાય- 26 ટકા

સંકળાયેલા મુદ્દાઓ

'એક રાષ્ટ્ર C voter Survey I.N.D.I.A NDA One nation one election Survey એક ચૂંટણી કેન્દ્ર સરકાર સર્વે One nation one election Survey

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ