બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A total of 3 people died in 3 separate accidents in the state today

ગોઝારો દિવસ / કારચાલકો ફરી બેફામ: પાલનપુર-ભિલોડામાં કારની ટક્કર વાગતા બે બાઇકચાલકોના મોત, તો વાપીમાં સર્જાયા અરેરાટી ભર્યા દ્રશ્યો

Malay

Last Updated: 11:14 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident In Gujarat: રાજ્યમાં આજે એકસાથે 3 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 3થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

  • વાપી નજીક નેશનલ હાઇવે પર અકસ્માત 
  • અરવલ્લીના ભિલોડાના ગંભીરપુરા ગામે અકસ્માત
  • બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા નજીક અકસ્માત

Accident In Gujarat: વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે આજે લગભગ નાની મોટી અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

વાપી નજીક કારચાલકનું ઘટના સ્થળે જ મોત
આ અંગે વિગતવાર વાત કરીએ વલસાડના વાપી નજીક નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતમાં કારચાલકનું મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, વલસાડના વાપી નજીક નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે આવતી કાર હાઈવેની સાઈડની એન્ગલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં સાઈડ એન્ગલ આખી કારને આરપાર થઈ જતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. 

ભિલોડાના ગંભીરપુરા ગામે અકસ્માત
અન્ય એક અકસ્માતના બનાવમાં 55 વર્ષીય આધેડનું મૃત્યુ નિપજ્યું છે. અરવલ્લીના ભિલોડાના ગંભીરપુરા ગામે બેકાબુ કારે બે બાઈકને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં 55 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ બાઈક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતના બનાવને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ભિલોડા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ ત્રણ ઈજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ ભિલોડા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.

કારની ટક્કરે બાઈકચાલક આધેડનું મોત
બનાસકાંઠાના પાલનપુરમાં પણ અકસ્માત સર્જાયો છે. જેમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, પાલનપુરના મેરવાડા નજીક અજાણ્યા કારચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કારચાલક નાસી છૂટ્યો હતો. તો ઈજાગ્રસ્ત બાઈક સવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ મૃતકના પુત્રએ અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ