બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A total of 2 people died in 4 separate accidents in the state today

ગોઝારો ગુરુવાર / ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે..! રાજ્યમાં આજે 4 અકસ્માતની ઘટનાઓથી હાઈવે બન્યો મોતનો રસ્તો, જુઓ ક્યાં બની ઘટનાઓ

Malay

Last Updated: 05:47 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે એકસાથે 4 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 2 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

  • વડોદરા ST બસ અને સિટી બસ વચ્ચે અકસ્માત
  • શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત
  • વંથલી કોયલી ગામ પાસે વચ્ચે ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • સુરતમાં સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું 

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ ગુરુવારે વધુ 4 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. જેમાં શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની પાછળ ટ્રક અથડાતા ટ્રકની કેબીનમાં ફસાયેલા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. તો બીજી બાજુ વંથલી કોયલી ગામ પાસે ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક અકસ્માત
આ અંગે વિગતવાર વાત કરીએ તો આજે વડોદરામાં રાજપીપળાથી દાહોદ જતી ST બસ અને સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક એસ.ટી બસ સિટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં સવાર મુસાફરોએ એસ.ટી બસ ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાતો કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સિટી બસ અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બંને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અકસ્માત
બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાના શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનની પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ થતાં જ ગાંભોઈ પોલીસની ટીમ બનાવસ્થળે દોડી આવી હતી અને મૃતક ટ્રક ડ્રાઈવરના મૃતદેહને કેબિનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ગાંભોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

જૂનાગઢના વંથલી-કોયલી ગામ પાસે ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માત
આજે વંથલીના કોયલી ગામ પાસે ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પો ટ્રાવેલરમાં સવાર આઠમાંથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ પોલીસની તાત્કાલિક બનાવસ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, તમામ પ્રવાસીઓ રાજસ્થાનના હતા, સોમનાથથી દર્શન કરીને પરત ફરતા સમયે જૂનાગઢના કોયલી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. 

સુરતમાં કામરેજના નવી પારડી નજીક અકસ્માત
સુરતના કામરેજના નવી પારડી નજીક આજે અકસ્માત સર્જાયો હતો. નવી પારડી નજીક નેશનલ હાઇવે પર સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરમાં રાખેલો સિમેન્ટનો જથ્થો ખાડીમાં પડ્યો હતો. સેફ્ટી દિવાલના કારણે મોટી જાનહાનિ ટળી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ