બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / A retired teacher from Rajkot performs chitrabhisheka to appease the Lord

કલા / દેવાધિદેવની અનોખી ભક્તિ: જળ, દુધ કે બિલિપત્ર નહીં પણ રાજકોટના આ વ્યક્તિ કરી રહ્યાં ચિત્રાભિષેક, મહાદેવના કપૂર વર્ણમાં ગજબ કારિગીરી

Dinesh

Last Updated: 08:09 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news : રાજકોટના એક ચિત્રકારે મહાદેવને રિઝવવા જળ, દુધ કે બિલિપત્રનો અભિષેક નહી પરંતુ ચિત્રાભિષેક કરી રહ્યાં છે

  • રાજકોટના નિવૃત્ત શિક્ષક ભગવાનને રિઝવવા ચિત્રાભિષેક કરે છે
  • દરરોજ શિવજીને જળ, દુધ કે બિલિપત્ર નહીં પરંતુ ચિત્ર અર્પણ કરે છે  
  • ઘણા વિદ્યાર્થીઓને ડ્રોઈંગમાં નરેશભાઈએ અવલ્લ બનાવ્યા છે

 

Rajkot news : હર હર મહાદેવ... હર હર શંભુ....ના નાદથી અત્યારે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. મહાદેવના ભક્તો મહાદેવને રિઝવવા પૂજા અર્ચના કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓ દુધ, ઘી, મધ, બિલિપત્ર, જળ સહિતની વસ્તુઓથી અભિષેક કરી રહ્યા છે, જેથી મહાદેવ પ્રસન્ન થાય. ત્યારે રાજકોટના એક ચિત્રકારે મહાદેવને રિઝવવા માટે કંઈક અલગ જ કર્યું છે. તેઓ મહાદેવને રિઝવવા માટે જળ, દુધ કે બિલિપત્રનો અભિષેક નહી પરંતું ચિત્રાભિષેક કરી રહ્યાં છે. એટલે કે તેઓ દરરોજ એક ચિત્ર મહાદેવને અર્પણ કરી રહ્યાં છે અને મહાદેવને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

નરેશભાઈ લિંબાણીનું ચિત્રાભિષેક
રાજકોટના ચિત્રકાર નરેશભાઈ પરસોત્તમ લિંબાણીએ કહ્યું કે, તેઓ અત્યારે રિટાર્યડ ટિચર છે અને જે ચિત્રકામ કરે છે. નરેશભાઈનું કહેવુ છે કે, ચિત્રકામ એ મારા લોહીમાં છે. મારા પિતાએ મને ચિત્રકામ કરતા શિખવ્યુ છે અને તેઓ પણ ચિત્રકામના ખૂબ જ શોખીન હતા. તેમના ગુરૂ તેમના પિતા જ છે. નરેશભાઈએ અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને આ કલા શીખવી છે. આ સાથે જ ઈન્ટરમીડિયટમાં પણ વિદ્યાર્થીઓને એ ગ્રેડ અપાવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓને ડ્રોઈંગમાં નરેશભાઈએ અવલ્લ બનાવ્યા છે.

5 હજારથી વધારે ચિત્રો દોર્યા
2002માં જ્યારે ભુકંપ આવ્યો ત્યારથી તેમને ડ્રોઈંગમાં આગળ વધવાનો વિચાર આવ્યો અને તેઓએ અસંખ્ય પોટ્રેટ, લેન્ડસ્કેપ સહિત અનેક ચિત્રો બનાવ્યા છે.  જ્યારે તેઓ આ ચિત્રો જોતા ત્યારે તેમને થતું કે કંઈક ખૂટે છે અને કંઈક એવુ કરવું જોઈએ કે ક્યારેય જૂનુ ન થાય જેથી તેમણે ઈશ્વરના ચિત્ર બનાવવા લાગ્યા. તેમણે મહાદેવનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું. મહાદેવનું ચિત્ર દોરતા પહેલા તેમણે શિવાલયોની મુલાકાત લીધી હતી. જ્યાં મંદિરની તમામ કૃતિઓ જોઈ, શંકર ભગવાનના પ્રતિકો જોયા જેમ કે શિવલિંગ, ડમરૂ, ત્રિશુલ સહિતની વસ્તુઓ માર્ક કરી અને તેમને પોતાના ચિત્રમાં સમાવવાનો પ્રયાસ કર્યો અને તેમણે આ ચિત્રો દોર્યા. આજે શિવજીના જ માત્ર 5 હજારથી વધારે ચિત્રો તેમને દોર્યા છે.

કોઈ પણ ચાર્જ વિના ચિત્ર આપી દે છે
નરેશભાઈએ બનાવેલા ચિત્રોની માંગણી કોઈ કરે તો તેઓ પ્રેમથી તેમને આપી દેતા હતા. તેનો કોઈ પણ ચાર્જ તેઓ લેતા નથી. અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે સૌ કોઈ મહાદેવને જળ, મધ, બિલિપત્ર, દુધ સહિતની વસ્તુથી અભિષેક કરી રહ્યાં છે, ત્યારે નરેશભાઈ ચિત્રાભિષેક કરી રહ્યાં છે. તેઓ દરરોજ મહાદેવને એક ચિત્ર અર્પણ કરે છે. આ ચિત્ર જે પણ માંગે તેમને આપી દે છે,  તેઓ આવું છેલ્લા 20-22 વર્ષથી કરી રહ્યાં છે. નરેશભાઈનું કહેવુ છે કે, તેનને 5 હજારથી વધુ ચિત્રો કંડાર્યા છે તેમ છતાં એવુ લાગે છે કે, હજુ તેઓ ચિત્ર કડારવામાં એકડો જ ઘૂટી રહ્યાં છે. નરેશભાઈને ચિત્રો દોરવાથી મનને શાંતિ મળે છે. 

મહાદેવનો કપૂર વર્ણનો ચિત્ર બનાવી રહ્યાં છે
હાલમાં તેઓ જે મહાદેવનું ચિત્ર કરી રહ્યાં છે તેમા તેમને પોટ્રેટ ચિત્ર બનાવ્યું છે. જેમાં મહાદેવનો કપૂર વર્ણ છે અને તેઓ પરમ તેજસ્વી છે. માતા પાર્વતી શિવ શક્તિ છે માં જગદંબા છે. તેમના દિકરા ગણપતિ છે જે વિઘ્નહર્તા છે. તેમના આ ચિત્રમાં મહાદેવના દરેક પ્રતિકોને સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચિત્રમાં સૂર્ય, ચંદ્ર, નંદી, ગંગાજી, બિલિપત્ર, ઓમ, શંખ, કાચબો, રતવાનું ફુલ અને શંખ સહિતના પ્રતિકોનો સમાવેશ કર્યો છે. તેમણે પોતે અલગ પ્રકારનું શિવલિંગ બનાવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ