બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A major revelation in the drug case seized in Jakhau, Kutch

લક્ષણ પારણામાંથી / કચ્છના જખૌમાં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, મોટા પ્રમાણમાં ડ્રગ્સ હોવાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસને કર્યું આ કામ

Mehul

Last Updated: 06:43 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના જખૌમાં 400 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની યુવકો પાસેથી પાકિસ્તાનના ઓળખ પત્રો મળ્યા. ઝડપાયેલો સાજીત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો.

  • આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો ઝડપાયો 
  • કચ્છના જખૌમાં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં થયો ખુલાસો 
  •  400 કરોડના હેરોઈન સાથે  6 પાકિસ્તાની ઝડપાયા  હતા 

કચ્છના જખૌ દરિયેથી  કરોડો રૂપિયાનું હેરોઈન ઝડપાવાના કેસમાં  ગુજરાત ડીજીપી એ સીધું પાકિસ્તાન કનેક્શન ખોલતા, પાડોશી દેશના નાપાક ઈરાદાઓ અને યૌવનને ખોખલુ કરવાના બાદ ઈરાદા ખુલ્લા થઇ ગયા છે. અંદાજે 400 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાની યુવકો પાસેથી,પાકિસ્તાનનના ઓળખ પત્રો  પણ મળી આવ્યા છે. અને ઝડપાયેલો એક શખ્સ
સાજીત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસનનો દીકરો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર હાજી હસને, ડ્રગ્સનો જથ્થો  વધુ હોવાથી  પોતાના દીકરાને સાથે મોકલ્યો હતો 

છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ ઝડપાવા મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. આજે પણ આશરે 400 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે. આ મામલે રાજ્યના DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં ઝડપાયેલા ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન હોવાનું નિવેદન આપ્યું હતું. 


મામુ નામના માણસને કન્સાઇમેન્ટ અપાયું હોવાનો ખુલાસો 

આ હેરોઇનનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થયુ છે. હસમ હાજી અને હાસમ હાજી બંન્ને પાકિસ્તાનના ડ્રગ માફીયા છે. ડ્રગ્સ માફીયાઓ મામુ નામના માણસને કન્સાઇમેન્ટ આપ્યું હતું અને કરાંચીથી મુખ્ય આરોપી માનુ નામનો માણસ ડ્રગ્સ લઇને આવ્યો હતો. તેમને વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને અન્ય દેશોમાંથી ભારતમાં ડ્રગ્સ આવે છે. અગાઉ પકડેલા ડ્રગ્સનું નેટવર્ક પણ આ જ ગેંગનું હતું.

જખૌમાં ઝડપાયેલા ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન 
DGP આશિષ ભાટીયાએ કહ્યું કે, કરાંચીથી ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું. દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થવાની હતી. પરંતુ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા છે. 385 કરોડના ડ્રગ્સ સાથે કરાંચીના 6 આરોપી ઝડપાયા છે. ગુજરાતમાં લેન્ડીંગ થયા બાદ ડ્રગ્સ પંજાબ જવાનું હતું. મધદરિયેથી ફિસિંગ બોટમાં ડ્રગ્સ ગુજરાત લાવતા હતા. 

થોડા સમયગાળા પહેલા 21 હજાર કરોડનું ઝડપાયું હતું ડ્રગ્સ 

ગુજરાતમાં  સૌથી વધુ આશરે 21 હજાર કરોડની કિંમતનું 3 હજાર કિલો ડ્રગ્સ કચ્છના મુન્દ્રામાંથી ઝડપાયું હતું. ત્યારબાદ દ્વારકામાંથી અંદાજે 700 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. તો પોરબંદરમાં પણ 150 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. તો વિવિધ જગ્યાએથી બાકીનું ડ્રગ્સ ઝડપાયું હતું. જેમાં આજે દ્વારકામાં પકડાયેલું રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ પણ સામેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જુઓ કયા જિલ્લામાંથી કેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ