બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / A girl robbed a rickshaw puller in Ahmedabad

અમદાવાદ / અમદાવાદમાં દર્શન કરવાનાં બહાને યુવતીએ પેંડો ખવડાવતા રિક્ષાચાલક બેભાન, સોનાની વીંટી, મોબાઈલ સહિત રોકડ રકમ લઇ રફુચક્કર

Malay

Last Updated: 10:19 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદમાં યુવતીએ રિક્ષાચાલકને પેંડો ખવડાવી બેભાન કરી સોનાની વીંટી, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચલાવી લૂંટ, ચાર દિવસ પછી ભાનમાં આવ્યા બાદ રિક્ષાચાલકે મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

  • અમદાવાદમાં લૂંટનો ચોંકાવનારો બનાવ
  • રિક્ષાચાલકને બેભાન કરી ચલાવી લૂંટ
  • 4 દિવસ બેભાન રહ્યો રિક્ષા ચાલક
  • મણિનગર પોલીસે હાથ ધરી તપાસ

Ahmedabad News: ટ્રેનથી અમદાવાદ આવી પહોંચેલી અજાણી યુવતીએ રિક્ષાચાલકને નશીલો પ્રસાદ ખવડાવીને લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવતી મણિનગર રેલવે સ્ટેશનથી એક વૃદ્ધની રિક્ષામાં બેઠી હતી અને બાદમાં રખિયાલમાં આવેલાં મેલડી માતા તેમજ અંબા માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગઇ હતી. દર્શન કરી લીધા બાદ યુવતીએ રિક્ષાચાલકને પેંડાનો પ્રસાદ આપ્યો હતો. જે ખાધા બાદ રિક્ષાચાલક થોડા સમયમાં બેભાન થઇ ગયો હતો. યુવતીના આ ખતરનાક કારનામાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે રિક્ષાચાલકને ચાર દિવસ પછી હોસ્પિટલમાં ભાન આવ્યું. મોં પર દુપટ્ટો બાંધીને યુવતીએ રિક્ષાચાલકને લૂંટવાનું આખું ઓપરેશન પાર પાડ્યું છે. 

સુરતમાં આ થઈ શકે તો અમદાવાદમાં કેમ નહીં? | surat auto-rickshaw driver  compulsory his name address on dashboard
ફાઈલ ફોટો

મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી યુવતી
કાગડાપીઠ વિસ્તારમાં આવેલા રત્નદીપનગરમાં રહેતા વૃદ્ધ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. શિવનારાયણ યાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં શિવનારાયણ મણિનગર રેલવે સ્ટેશન બહાર રિક્ષા લઇને પેસેન્જરની રાહ જોઇ રહ્યા હતા, ત્યારે સાંજના છ વાગ્યાની આસપાસ એક યુવતી મોં પર દુપટ્ટો બાંધીને આવી હતી. યુવતીએ રખિયાલ જવાનું કહેતાં શિવનારાયણ યાદવે તેને રિક્ષામાં બેસાડી દીધી હતી. યુવતીએ રિક્ષામાં બેસી શિવનારાયણ યાદવને જણાવ્યું કે મારે મેલડી માતાનાં તેમજ અંબા માતાનાં મંદિરે દર્શન કરવા માટે જવું છે. 

એકાએક બેભાન થઇ ગયા 
યુવતી દર્શન કરીને આવી ત્યારે તેના હાથમાં પ્રસાદનો ડબો હતો અને રિક્ષામાં બેસી ગઇ હતી. યુવતીએ શિવનારાયણ યાદવને નાના ચિલોડા જવાનું કહ્યું હતું. યુવતીએ પેંડાનો પ્રસાદ શિવનારાયણ યાદવને આપ્યો હતો. જે તેમણે ખાઇ લીધા બાદ નાના ચિલોડા રિક્ષા લઇ ગયા હતા. નાના ચિલોડા પહોચતાં શિવનારાયણ યાદવને ચક્કર આવવાં લાગ્યાં હતાં અને એકાએક તેઓ બેભાન થઇ ગયા હતા. શિવનારાયણ ભાનમાં આવ્યા ત્યારે તેમની સામે પત્ની કંચનબેન અને પુત્ર હતાં અને તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેભાન થયાના ત્રીજા દિવસે શિવનારાયણ યાદવને ભાન આવ્યું ત્યારે તેમણે પત્ની કંચનબેનને પૂછ્યું હતું કે 'મારી સાથે શું થયું હતું.'

કોલેજિયન યુવતીને ગુલાબનું ફૂલ આપીને રિક્ષાચાલકે કહ્યું ફ્રેન્ડશીપ કર  નહીંતર.... | College Girl Ahmedabad Rickshaw driver Friendship crime news
ફાઈલ ફોટો


 
સોનાની વીંટી અને મોબાઈલની ચોરી
કંચનબેને જવાબ આપ્યો કે બીજા દિવસે બે અજાણ્યા શખ્સો તેમને ઘરે મૂકવા આવ્યા હતા અને ત્યાર બાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ બાદ શિવનારાયણ યાદવને ભાન આવ્યું હતું. શિવનારાયણને ઘરે મૂકવા માટે બે શખ્સ આવ્યા ત્યારે તેમના હાથમાંથી મોબાઇલ ફોન તેમજ વીંટી ગાયબ હતાં. યુવતીએ નશીલો પ્રસાદ ખવડાવીને શિવનારાયણ યાદવને બેભાન કરી દીધા હતા અને બાદમાં તેમની પાસેથી સોનાની વીંટી અને મોબાઇલ ફોન તેમજ રોકડની ચોરી કરીને જતી રહી હતી. હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપતાંની સાથે જ શિવનારાયણ યાદવે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
 
સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી
મણિનગર રેલવે સ્ટેશનથી યુવતી બહાર આવી હતી ત્યારે તેનાં મોં પર દુપટ્ટો બાંધ્યો હતો. જેથી તેની ઓળખ થવી મુશ્કેલ છે. આ સિવાય શિવનારાયણ યાદવના પુત્ર વિજય યાદવે પણ જણાવ્યું છે કે જ્યારે તે નાના ચિલોડા સુધી પહોંચી ત્યારે તેણે દુપટ્ટો કાઢ્યો નહોતો. શિવનારાયણ બેભાન થયા ત્યારે તે લૂંટીને જતી રહી છે. મણિનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે યુવતી સુધી પહોંચવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે. મણિનગર રેલવે સ્ટેશનની અંદરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનાં પોલીસે શરૂ કરી દીધા છે. 

ઘરમાં દારૂ હોવાનું કહી 10 લાખ માંગ્યા, છેલ્લે 4.5 લાખમાં કરી 'પતાવટ' બંને  પોલીસ અધિકારીના કેવા હાલ થયા જુઓ |Two police personnel of Maninagar police  station suspended
ફાઈલ ફોટો

4 દિવસ સુધી શિવનારાયણ યાદવ બેભાન રહ્યા
13 તારીખના રોજ સાંજે શિવનારાયણે નશીલો પ્રસાદ ખાધો હતો બાદમાં તે બેભાન થઇ ગયા હતા. બીજા દિવસે શિવનારાયણને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે પણ તે બેભાન હતા. સતત સારવાર બાદ તારીખ 16ના રોજ તેમને ભાન આવ્યું હતું. ચાર દિવસ સુધી બેભાન રહ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા હતા અને ટ્રીટમેન્ટ લીધા બાદ તેમણે ફરિયાદ કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ