બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / A feeling of double season in Ahmedabad: The climate will change between the heat and fog!

હવામાન / અમદાવાદમાં બેવડી ઋતુનો અહેસાસ: કાળઝાળ ગરમી વચ્ચે આવશે વાતાવરણમાં પલટો! જાણો આગાહી

Priyakant

Last Updated: 05:12 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમીનો પારો 36 ડિગ્રી જેટલો ઊંચે ચડતો હોઈ લોકોને ઘર-ઓફિસમાં પંખા-એસી ચાલુ કરવા પડ્યાં

  • અમદાવાદ શહેરમાંથી હવે કાતિલ ઠંડીએ વિદાય લઈ લીધી
  • સવારે ઠંડી અને આખો દિવસ ભારે ગરમીથી લોકો પરેશાન
  • 4 અને 5 માર્ચે વાદળછાયા વાતાવરણની પણ આગાહી

અમદાવાદ શહેરમાંથી હવે કાતિલ ઠંડીએ વિદાય લઈ લીધી છે. છેલ્લા કેટલાક દિવસથી સવારે હળવી ઠંડીની અસર જોવા મળે છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો પારો 36 ડિગ્રી જેટલો ઊંચે ચડતો હોઈ લોકોને ઘર-ઓફિસમાં પંખા-એસી ચાલુ કરવા પડ્યાં છે. આમ શહેરના હવામાનમાં ડબલ સિઝન જેવો ઘાટ સર્જાયો હોઈ વાઇરલ ઇન્ફેક્શનના કેસ તો વધ્યા જ છે, પરંતુ લોકો પણ અકળાયા છે.

આજે અમદાવાદમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું હતું. આજે પણ સવારે લોકોએ ઠંડીનો આંશિક ચમકારો અનુભવ્યો હતો. જોકે શાળાએ જનારા વિદ્યાર્થીઓએ આ ઠંડકને અમુક અંશે અનુભવતા તેમાંના કેટલાક વિદ્યાર્થીઓ સ્વેટર પહેરીને શાળાએ જતા નજરે પડ્યા હતા.

હોળી-ધુળેટી પહેલાં શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો હોઈ આ બાબત પણ ચર્ચાસ્પદ બની છે. ગઈ કાલે શહેરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. આજે શહેરમાં ગરમીની તીવ્રતામાં વધુ એક ડિગ્રીનો વધારો થઈને મહત્તમ તાપમાન 37 ડિગ્રી જઈને અટકશે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે.

સ્થાનિક હવામાન વિભાગની કચેરીએ તા. 4 અને 5 માર્ચે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરી છે. હવે લઘુતમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાશે. બીજા અર્થમાં શહેરના લઘુમતી અને મહત્તમ એમ બંને તાપમાનમાં વધારો થવાનો હોઈ ગરમીનો પ્રકોપ લોકોને દઝાડશે. દરમિયાન આજે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં અમરેલી 17.6, વડોદરા 17.4, ભાવનગર 19.4, ભૂજ 18.6, છોટાઉદેપુર 15,  ગાંધીનગર 14.3, જામનગર 20.6 અને રાજકોટમાં 19.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ