બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A donation of crores of rupees was collected by Shiva Rath for the construction of Valinath temple

શિવ રથ / વાળીનાથ મંદિરના નિર્માણનું સપનું થશે પૂર્ણ: અમદાવાદમાં 8 જ દિવસમાં ભક્તોએ કર્યું કરોડો રૂપિયાનું દાન

Vishal Khamar

Last Updated: 04:53 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રબારી સમાજના ગુરૂ બળદેવગીરી બાપુનાં મંદિર નિર્માણનાં સ્વપ્ન માટે દાતાઓ દ્વારા છુટ્ટા હાથે દાન આપવાનું શરૂ કર્યું છે. રાજ્યભરમાં શિવ રથ દ્વારા દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ રથ અમદાવાદ ખાતે આવી પહોંચતા દાનવીરો દ્વારા આઠ જ દિવસમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું.

  • વાળીનાથ મંદિરના નિર્માણ માટે ફરી રહેલા રથમાં રબારી સમાજનું મન મુકીને દાન
  • વીસનગર પાસે ધરબ ગામે બની રહ્યું છે ભગવાન વાળીનાથનું મંદિર
  • સમાજના ગુરુ બળદેવગીરી બાપુના મંદિર નિર્માણના સ્વપ્ન માટે દાતાઓનું છુટ્ટા હાથે દાન

વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવનાં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મંદિરના નિર્માણ કાર્ય માટે રાજ્યભરમાં શિવ રથ દ્વારા દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. વિસનગર ખાતે નિર્માણ થનાર વાળીનાથ ભગવાનની શોભાયાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. ત્યારે વાળીનાથ મંદિરનાં નિર્માણ કાર્ય માટે ફરી રહેલા રથમાં રબારી સમાજદ્વારા મન મુકીને દાન આપવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં માત્ર આઠ જ દિવસમાં દાનવીરો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપ્યું હતું. 

શિવ રથનું રબારી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું

અમદાવાદમાં રબારી સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યું
વાળીનાથ ભગવાનની શોભાયાત્રા પહેલી જાન્યુઆરીએ અમદાવાદમાં પ્રવેશી હતી. અમદાવાદનાં રબારી સમાજનાં ભક્તો દ્વારા માત્ર આઠ જ દિવસમાં 13 કરોડ 18 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. ત્યારે વિસનગર પાસે ધરબ ગામે બની રહેલ ભગવાન વાળીનાથનાં ભવ્ય મંદિર નિર્માણ માટે રબારી સમાજે ગામે ગામ અને શહેરોમાં શિવ રથ દ્વારા દાન એકત્રિત કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શોભાયાત્રા અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા રબારી સમાજનાં લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. 

મહંત બળદેવગીરીજી મહારાજ (ફાઈલ ફોટો)

ફેબ્રુઆરી 2024 માં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
આ મંદિરના નિર્માણ માટે આશરે 200 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. તેમજ વાળીનાથ મહાદેવ મંદિરનાં પૂ. જયરામગિરિ દ્વારા મંદિર નિર્માણ કાર્યનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 2024 નાં ફેબ્રુઆરી મહિનામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે.

વધુૃ વાંચોઃ દુનિયાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનશે ગુજરાતમાં: વાઇબ્રન્ટ સમિટમાં થયેલ આ એલાનથી જાણો ગુજરાતને શું થશે ફાયદો

બે વર્ષ પહેલા કરાઈ હતી જાહેરાત

બે વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાળીનાથ મંદિરમાં રબારી સમાજ દ્વારા રજતતુલા કરવામં આવી હતી. ત્યારે રજત તુલામાં વપરાયેલ ચાંદીમાંથી 50 ટકા રેક્ટ સંસ્થા માટે તેમજ 50 ટકા ચાંદી વાળીનાથ મંદિરનાં નિર્માણ માટે વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ