બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / A comedian who has worked in Kapil Sharmas show attempted suicide live on Facebook

ચોંકાવનારૂ / VIDEO : કપિલ શર્માના શોમાં કામ કરી ચૂકેલા કોમેડિયને ફેસબુક પર લાઈવ સુસાઇડની કરી કોશિશ, જણાવ્યું આમ કરવાનું કારણ

Kishor

Last Updated: 12:32 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનિયર એક્ટર તીર્થાનંદ ફેસબુક પર લાઈવ ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી હતી.

  • કોમેડિયન તીર્થાનંદે કર્યો આપઘાતનો પ્રયાસ
  • ધ કપિલ શર્મા શોમાં કોમેડિયન તરીકે કર્યું છે કામ
  • આપઘાતના પ્રયાસ પાછળ મહિલાને ગણાવી જવાબદાર

ધ કપિલ શર્મા શોમાં કોમેડિયન તરીકે પોતાની કલાને પીરસતા જુનિયર એક્ટર તીર્થાનંદ ફેસબુક પર લાઈવ ફીનાઇલ ગટગટાવી રહ્યા હતા.આ મામલે ફેસબુક ફ્રેન્ડે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી દેતા પોલીસ મારતે ઘોડે દોડી ગઇ હતી. જ્યા પોલીસે મુંબઇના મીરા રોડ સ્થિત શાંતિ નગર સ્થિત B51 બિલ્ડિંગના ફ્લેટ નંબર 703 પર પહોંચી તીર્થાનંદને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. નોંધનીય છે કે તીર્થાનંદને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાના પાટેકરના રૂપમાં ઓળખવામાં આવે છે. 

મહિલાના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ

આ મામલે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને રૂમમાં એક કૂતરો અવાજ કરતો હતો.આ દરમિયાન તીર્થાનંદ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. જેથી પોલીસે પરિસ્થિતિ પારખી તેને તાબડતોબ સારવાર અપાવી હતી. આ વેળાએ પોલીસ નિવેદનમાં તેમને મહિલાને કસૂરવાર ગણાવી કહ્યું હતું કે થોડા મહિના પહેલા તે એક મહિલાને મળ્યા બાદ બને વચ્ચે પરિચય કેળવાયો હતો.

અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો
સબંધમાં સામે આવ્યું કે તેને બે દીકરીઓ છે. સબંધ વધતા બન્ને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા. જોકે આ સંબંધ દરમિયાન મહિલા દેહવ્યાપાય કરતી હોવાનું સામે આવતા તેનાથી છુટકારો મેળવવા માંગતો હતો. જોકે મહિલાએ લાજવાને બદલે ગાજી ધમકીઓ દેવાનુ શરૂ કર્યું હતું. એટલું જ નહીં કેસ પણ કરી દીધો હતો. જેના ડરને લીધે ઘરે આવવું પણ મુશ્કેલ બની ગયું છે અને બદનામીના ડરને લીધે ફૂટપાથ પર સુવાની નોબત પણ આવી હોવાનું તેને જણાવ્યું હતું. આમ કપરી સ્થિતિને પગલે પોતે મરી જવા માંગતો હોવાનું કહ્યું હતું. મહત્વનું છે કે આ અગાઉ 27 ડિસેમ્બર 2021માં પણ પોતે આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ