બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A businessman in Tamil Nadu built a second Taj Mahal in memory of his mother,

માતા પ્રત્યેનો પ્રેમ / સલામ છે આ દિકરાને, માતાની યાદ બનાવી દીધો તાજમહેલ, ખર્ચી નાખ્યા કરોડો રૂપિયા

Pravin Joshi

Last Updated: 10:29 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેપારીએ કહ્યું કે માતા તેની આખી દુનિયા છે. જ્યારે તેણીનું અવસાન થયું, ત્યારે તે તૂટી ગયો. તેમણે પોતાની માતાની યાદને જીવંત રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચીને સફેદ પથ્થરથી તાજમહેલની પ્રતિકૃતિ બનાવી છે.

  • તમિલનાડુમાં બિઝનેસમેને તેની માતાની યાદમાં બીજો તાજમહેલ બનાવ્યો
  • પોતાની માતાની યાદને જીવંત રાખવા માટે તાજમહેલની પ્રતિકૃતિ બનાવી 
  • શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં તાજમહેલનું નિર્માણ કર્યું હતું

તમિલનાડુમાં એક બિઝનેસમેને તેની માતાની યાદમાં બીજો તાજમહેલ બનાવ્યો, જેની હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. વેપારીએ કહ્યું કે માતા તેની આખી દુનિયા છે. જ્યારે તેણીનું અવસાન થયું, ત્યારે તે તૂટી ગયો. તેમણે પોતાની માતાની યાદને જીવંત રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચીને સફેદ પથ્થરથી તાજમહેલની પ્રતિકૃતિ બનાવી છે. મુઘલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં પ્રેમના પ્રતીક તરીકે તાજમહેલનું નિર્માણ કર્યું હતું. હવે એક પુત્રને તેની માતાની યાદમાં કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલ તાજમહેલની પ્રતિકૃતિ મળી છે. આ મામલો તમિલનાડુના તિરુવરુર જિલ્લાનો છે જ્યાં અમરુદિન શેખ દાઉદ નામના વ્યક્તિએ તેની માતાની યાદમાં તાજમહેલ જેવી પ્રકૃતિ બનાવી છે. 

તમિલનાડુના તિરુવરુર જિલ્લામાં ભવ્ય તાજમહેલ જેવી રચનાના વીડિયોએ ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વર્ષ 2020 માં અમરુદીને માંદગીના કારણે તેની માતા જેલાની બીવીને ગુમાવી દીધી હતી, તે આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કારણ કે તેની માતા તેના માટે દુનિયા હતી. અમરુદ્દીનના જણાવ્યા મુજબ તેની માતા શક્તિ અને પ્રેમનું પ્રતિક હતું, કારણ કે 1989 માં કાર અકસ્માતમાં તેણીએ તેના પતિને ગુમાવ્યા પછી તેના પાંચ બાળકોનો ઉછેર સરળ ન હતો. અમરુદ્દીનના પિતાનું અવસાન થયું તે સમયે તેની માતા માત્ર 30 વર્ષની હતી.

મારી માતાએ અમારા પરિવારને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો

અમરુદિને કહ્યું, મારા પિતાને ગુમાવ્યા પછી મારી માતાએ અમારા સમુદાયમાં સામાન્ય પ્રથા હોવા છતાં ફરીથી લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો. તે સમયે હું અને મારી બહેનો ખૂબ જ નાની હતી. મારી માતાએ અમારા પરિવારને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. તે અમારી કરોડરજ્જુ હતી અને તેણે અમારા પિતાની ભૂમિકા પણ ભજવી હતી.

વર્ષ 2020 માં માતાના મૃત્યુ થયું

વર્ષ 2020 માં માતાના મૃત્યુ પછી અમરુદ્દીને કહ્યું, મને વિશ્વાસ ન હતો કે તે ગઈ છે.મને હજી પણ લાગ્યું કે તે અમારી સાથે છે અને તેણે અમારી સાથે હોવું જોઈએ. અમારી પાસે તિરુવરુરમાં થોડી જમીન હતી અને મેં મારા પરિવારને કહ્યું કે હું મારી માતાને સામાન્ય દફનભૂમિને બદલે અમારી જમીન પર દફનાવવા માંગુ છું. અમરુદ્દીને કહ્યું, મેં તેમને કહ્યું કે હું મારા કૃતજ્ઞતા અને પ્રેમની અભિવ્યક્તિ તરીકે તેમના માટે એક સ્મારક બનાવવા માગું છું. મારા પરિવારે તેને સહજતાથી સ્વીકારી લીધું. તેણે આગળ કહ્યું, મેં પણ વિચાર્યું કે મારે દરેક બાળકને કહેવું જોઈએ કે તેમના માતા-પિતા અમૂલ્ય છે, આજકાલ માતા-પિતા અને બાળકો અલગ-અલગ રહે છે. કેટલાક બાળકો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ પણ રાખતા નથી. આ યોગ્ય નથી.

200 મજૂરોએ કામ કર્યું

અમરુદિન નક્કી કરે છે કે તે તેની માતા માટે એક સ્મારક બનાવશે. આ પછી તેણે 'ડ્રીમ બિલ્ડર્સ'નો સંપર્ક કર્યો જેણે તેને પ્રખ્યાત તાજમહેલની પ્રતિકૃતિ બનાવવાનું સૂચન કર્યું. જો કે તેણે શરૂઆતમાં આ સૂચન સ્વીકાર્યું ન હતું, પરંતુ તે પછીથી તેના માટે સંમત થયા કારણ કે તે માનતા હતા કે તેની માતા પણ તેના માટે "અજાયબી" છે. તાજમહેલ જેવા નિર્માણનું કામ 3 જૂન, 2021ના રોજ શરૂ થયું હતું.એક એકરમાં ફેલાયેલી 8000 ચોરસ ફૂટ જમીનમાં તાજમહેલની પ્રતિકૃતિ બનાવવા માટે 200 થી વધુ લોકોએ બે વર્ષ સુધી કામ કર્યું. તેને બનાવવામાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેણે કહ્યું, મારી માતા 5-6 કરોડ રૂપિયા પાછળ છોડી ગઈ હતી, મને તે પૈસા જોઈતા ન હતા અને મેં મારી બહેનોને કહ્યું કે હું તે પૈસાથી અમારી માતા માટે કંઈક કરવા માંગુ છું. તેઓ તેમાં સંમત થયા. તેણે હવે આ જમીન અને મકાન એક ચેરિટેબલ ટ્રસ્ટને આપી દીધું છે.

બાળકો માટે શિક્ષણ અને પ્રાર્થનાની વ્યવસ્થા

તેમની માતાના સ્મારક ઉપરાંત બિલ્ડીંગ વિસ્તારમાં મુસ્લિમો માટે નમાજ પઢવા માટેની જગ્યા પણ બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગમાં મદરેસાના ક્લાસ પણ ચાલી રહ્યા છે. અમરુદ્દીને કહ્યું કે તે ટૂંક સમયમાં બધા માટે ભોજન પૂરું પાડવાનું પણ આયોજન કરી રહ્યો છે. અમરુદ્દીને કહ્યું કે ધર્મ, જાતિ વગેરેને ધ્યાનમાં લીધા વગર કોઈપણ વ્યક્તિ ઈમારતમાં પ્રવેશી શકે છે. જ્યાં તેના પરિવારના સભ્યો આને લઈને ખુશ છે, ત્યારે ચેન્નાઈના આ બિઝનેસમેનને પણ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેણે કહ્યું, કેટલાક લોકો પૂછે છે કે મેં આટલા પૈસા કેમ વેડફ્યા, તેઓ કહે છે કે હું ગરીબોને પૈસા આપી શક્યો હોત પરંતુ હું બતાવવા માંગતો હતો કે મારી માતા મારા માટે સર્વસ્વ છે તેણે અમારા માટે શું કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ