બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / 71 MLAs of Gujarat will go to Rajasthan and 48 MLAs will go to Madhya Pradesh

ભાજપ એકશનમાં / ગુજરાતના 71 MLA રાજસ્થાન તો 48 ધારાસભ્યો જશે મધ્યપ્રદેશ, વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ એક્ટિવ મોડમાં

Kishor

Last Updated: 08:27 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા ભાજપે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેના ભાગરૂપે હવે એક સાથે પાંચ રાજ્યોમાં ગુજરાતના ધારાસભ્યોને મેદાનમાં ઉતારાયા છે.

  • 5 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ એકશનમાં
  • સંગઠનને મજબૂત કરવા તમામ MLAના શિરે જવાબદારી
  • MLAને પોતાના વિસ્તારમાં પહોંચી જવા પણ મોવડી મંડળ દ્વારા સૂચના

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ સહિતના પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઇને અત્યારથી જ રાજકીય વાઘા સજાવી ભાજપ કામગીરીમાં જોતરાયું છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનું શાસન છે તો તેલંગાણામાં BRS સત્તામાં છે. રાજસ્થાન અને છત્તીસગઢ સહિતનો ગઢ જીતવા ભાજપ અત્યારથી જ એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. જેને લઈને ગુજરાત ભાજપના MLAને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપવામાં આવી છે.

PM મોદી સાથે બેઠક કરવા પહોંચ્યા ગૃહમંત્રી શાહ અને JP નડ્ડા, જાણો કયા  મુદ્દાઓને લઈને થઈ ચર્ચા / Home Minister Shah and JP Nadda arrived to meet  with PM Modi issues discussed
10 દિવસ સુધી ભાજપના ધારાસભ્યો કામગીરી કરશે

હાઈકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના 71 MLA રાજસ્થાન, 48 MLA મધ્યપ્રદેશ ચૂંટણીને લઈને પચાર, પ્રસાર અર્થે જશે. સરકારના કામો ગામડાના ખૂણે ખૂણે પહોંચે અને જમીન લેલવે સંગઠનને મજબૂત કરવા સહિતની દરેક MLA જેતે વિસ્તારમાં જઈ સંગઠન લેવલે કામગીરી કરશે. એટલું જ નહીં તાબડતોબ આજ સુધીમાં MLAને પોતાના વિસ્તારમાં પહોંચી જવા પણ મોવડી મંડળ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે 10 દિવસ સુધી ભાજપના ધારાસભ્ય પોતાને સોંપાયેલા મત વિસ્તારમાં કામગીરી કરશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની આજે દિલ્હીમાં બેઠક, PM મોદી પણ ભાગ લેશે,  જોઈ લો શું છે એજન્ડા | narendra modi jp nadda to meet all bjp chief  ministers today in delhi
ભાજપ દ્વારા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર 

નોંધનીય છે કે ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ચૂંટણીના ભાગરૂપે ગઈકાલે ભાજપ દ્વારા મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના 39 અને છત્તીસગઢના 21 ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે. આમ આ રાજ્યોમાં બરાબરનો ચૂંટણીનો જંગ જામ્યો છે.

આ 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી 
વર્ષ 2023માં આ 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે- મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા. મિઝોરમમાં વિધાનસભાની કુલ 40 સીટો છે. અહીં લોકસભાની 1 સીટ અને રાજ્યસભાની 1 સીટ છે. મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 સીટો છે. અહીં લોકસભાની 29 અને રાજ્યસભાની 11 સીટો છે. 

રાજસ્થાનમાં લોકસભાની કુલ 25 સીટો
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. અહીં લોકસભાની 25 અને રાજ્યસભાની 10 સીટો છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 11 અને રાજ્યસભાની 5 સીટો છે. તો તેલંગાણામાં કુલ 119 વિધાનસભા સીટો છે. અહીં લોકસભાની 17 અને રાજ્યસભાની 7 સીટો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ