બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 60000 rupees pension after the age of 60 invest in atal pension yojana

તમારા કામનું / 60 ઉંમર પછી ઘરે બેઠા મળશે 6000 રૂપિયાનું પેન્શન, સરકારની આ સ્કીમમાં કરો રોકાણ

Bijal Vyas

Last Updated: 11:17 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ નાની રોકાણ યોજના પર તમે ગેરન્ટીડ પેન્શન મેળવી શકો છો.

  • રોકાણ માટે સારુ ઓપ્શન છે સરકારી અટલ પેન્શન યોજના
  • વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ 1000 રુપિયાથી લઇ 5000 રુપિયા સુધી માસિક પેન્શન નો લાભ લઇ શકે છે
  • અટલ પેન્શન યોજનામાં રોકાણ પર મળે છે ટેક્સ બેનિફિટ

Atal pension yojana: સરકારની સ્મોલ સેવિંગ સ્કીમ અટલ પેન્શન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ નાની રોકાણ યોજના પર તમે ગેરન્ટીડ પેન્શન મેળવી શકો છો. 5000 રુપિયા મહિનાની પેન્શન મેળવવા માટે તમારે દર મહિને પોતાની કમાણીમાંથી ફક્ત 210 રુપિયાનું રોકાણ આ સ્કીમમાં કરવાનું રહેશે. 

નોંધનીય છે કે, રોકાણ માટે સારુ ઓપ્શન માટે સરકાર તરફથી વર્ષ 2015-16માં અટલ પેન્શન યોજનાની શરુઆત કરવામાં આવી હતી. 

કરદાતાઓને વધુ એક ઝટકો: મોદી સરકારે અટલ પેન્શન યોજનામાં બીજીવાર બદલ્યો નિયમ  | atal pension yojana income tax payers can not apply for apy from oct 2022

તમે દર મહિને પોતાના હિસાબથી એક નાની રકમ જમા કરીને પોતાની વૃદ્ધાવસ્થામાં 1000 રુપિયાથી લઇ 5000 રુપિયા સુધી માસિક પેન્શન નો લાભ લઇ શકે છે. આ રોકાણ માટે 18થી 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરવા માટે સબ્સક્રાઇબર્સનો આંકડો પાંચ કરોડને પાર કરવામાં આવ્યો છે. 

જો તમે આ યોજનામાં 18 વર્ષની ઉંમરમાં જોડાય છે અને દર મહિના 210 રુપિયા જમા કરે છે તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રુપિયાનું પેન્શન મળશે. 1000 રુપિયાની પેન્શન માટે તમારે 42 રુપિયા, 2000 રુપિયા માટે 84 રુપિયા, 3000 રુપિયા માટે 126 રુપિયા અને 4000 રુપિયા માટે 168 રુપિયા દર મહિને જમા કરવાના રહેશે. 

નવા વર્ષમાં રોકાણ કરવાની યોજના બનાવો છો? બચતની સાથે સાથે મળશે સારું વળતર |  Planning to invest in the new year? Along with savings will get good returns

આ સ્કીમમાં જેટલુ ઝડપથી રોકાણ શરુ કરશો તેટલો જ ફાયદો થશે. આ રોકાણની રાશિને તમે પોતાના હિસાબે વધારી અને ઘટાડી શકો છો. ઉલ્લેખનીય છે કે, અટલ પેન્શન યોજનામાં રોકાણ પર ઇનકમ ટેક્સ એક્ટ 80c હેઠળ 1.5 લાખ રુપિયા સુધીનો ટેક્સ બેનિફિટ મળવાની સુવિધા ઉપલબ્ધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ