ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / 52 Fresh Candidates Among 189 Names In BJP's First List For Karnataka

રાજનીતિ / કર્ણાટક ચૂંટણી માટે જાહેર થઈ ભાજપની 189 ઉમેદવારોની પહેલી યાદી, 52 નવા, ડોક્ટર, IAS-IPSની લાગી લોટરી

Published By: Hiralal

Last Updated: 10:03 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પહેલી યાદી જાહેર કરીને 189 ઉમેદવારોને ટિકિટ આપી છે.

ADVERTISEMENT

  • કર્ણાટક ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પહેલી યાદી
  • પહેલી યાદીમાં 189 ઉમેદવારોને આપી ટિકિટ
  • સીએમ બસવરાજ બોમ્બઈ તેમની પરંપરાગત બેઠક પરથી લડશે ચૂંટણી 

કર્ણાટકમાં 10 મેના દિવસે વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે તેના બધા ઉમેદવારો જાહેર કરી દીધાં છે અને હવે રાજ્યની શાસક પાર્ટી ભાજપે પણ પહેલી યાદી જાહેર કરી છે. લાંબા મંથન અને ઘણા ફેરફારો બાદ ભાજપે 189 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. 

સીએમ બસવરાજ બોમ્બઈ તેમની પરંપરાગત બેઠક પરથી લડશે ચૂંટણી 
ભાજપે સીએમ બસવરાજ બોમ્બઈ  તેમની પરંપરાગત બેઠક Shiggaon બેઠકની ટિકિટ આપી છે. તો પૂર્વ સીએમ અને ભાજપના કદ્દાવર નેતા યેદિયુરપ્પાના પુત્ર  વિજયેન્દ્રને શિકારીપુરાથી ટિકિટ આપવામાં આવી છે. 

52 નવા ઉમેદવારોને ટિકિટ 
કર્ણાટક ચૂંટણી માટે પહેલી મોટી યાદી જાહેર કરતાં ભાજપ મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે 189 ઉમેદવારોમાંથી 52 તદ્દન નવા છે. 
જેમાંથી 32 ઉમેદવારો ઓબીસી, 30 એસસી અને 16 એસટીના છે. નવ ડોક્ટર, 9 પોસ્ટ ગ્રેજ્યુએટ, 31 વકીલ, 5 એકેડેમિક, 3 IAS, 1 IPS, 1 રિટાયર્ડ ઓફિસર અને 3 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપના વરિષ્ઠ નેતા ઇશ્વરપ્પાએ લીધી નિવૃતી 
કર્ણાટકમાં ભાજપના વરિષ્ઠ નેતા ઇશ્વરપ્પા ચૂંટણીના રાજકારણમાંથી 'નિવૃત્ત' થઈ ગયા છે. ઇશ્વરપ્પાએ મંગળવારે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને કહ્યું હતું કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવા માગે છે અને તેમને 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોઈ પણ બેઠક પરથી મેદાનમાં ઉતારવા અંગે વિચારણા ન કરવા વિનંતી કરી હતી. ઇશ્વરપ્પાએ છેલ્લા ચાર દાયકામાં રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. યેદિયુરપ્પા સાથે તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

જગદીશ શેટ્ટારે ટિકિટ માંગી
ભાજપે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના નેતા જગદીશ શેટ્ટરને ચૂંટણી ન લડવા કહ્યું છે, પરંતુ તેમણે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સર્વેમાં મારી લોકપ્રિયતા સારી છે. હું એક પણ ચૂંટણી હાર્યો નથી, તેથી મેં પાર્ટી હાઈકમાન્ડને વિનંતી કરી હતી કે મને ચૂંટણી લડવાની તક આપો.

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka Assembly Election 2023 karnataka assembly election karnataka election karnataka election 2023 karnataka assembly election 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ