બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 5 accidents in Gujarat today: Pick-up driver is the most desperate, see where and how the accident happened

Accident / ગુજરાતમાં આજે અકસ્માતના 5 બનાવ: પીકઅપવાળો સૌથી ભયાવહ, જુઓ ક્યાં કેવી રીતે બની દુર્ઘટના

Vishal Dave

Last Updated: 07:30 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અલગ-અગ જગ્યાએથી 24 કલાકમાં અકસ્માતની ચારથી પાંચ જેટલી ઘટનાઓ ઘટી હતી.. જો કે મોટાભાગના અકસ્માતમાં અકસ્માત ગંભીર હોવા છતા સવાર લોકોનો બચાવ થયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે.. સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને તાપી જિલ્લામાંથી અકસ્માતની વિગતો સામે આવી હતી.. જો કે  આ અકસ્માતની ઘટનાઓમાં મોટી જાનહાનિ થઇ ન હતી. માત્ર બોટાદ થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યુ હતું.જ્યારે અન્ય ઘટનાઓમાં ઇજાગ્રસ્તોની સંખ્યા વધારે છે. 

 

 

સુરેન્દ્રનગરના લખતર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયા બાદ કાર ખાઇમાં ખાબકી હતી...હાઇવે પર જઇ રહેલી કારને ડમ્પરે પાછળથી ટક્કર મારી હતી..આ ઘટનામાં અકસ્માતગ્રસ્ત સુમો કારમાં સવાર 3 લોકો ઘાયલ થયા..જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે..

 

 


બોટાદના સરવા ગામ પાસે પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. જેમાં એક યુવકનું મોત થયું હતું અને પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, 

 

 

 


ચોરવાડ ગામ પાસે ડમ્પર અને પીકઅપ ગાડી વચ્ચે અકસ્માત થયો તો. અકસ્માતમાં 1 વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા થઇ હતી. લગભગ 15 જેટલી વિદ્યાર્થીનીઓ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી 

 


 

 

ગીરસોમનાથના ઉના તાલુકાના ઉટવાડા ગામ પાસે બોલેરો કારે રિક્ષાચાલકને ટક્કર મારી હતી.. અકસ્માતમાં 10થી વધુ લોકોને ગંભીર ઈજા થઇ હતી.. ઈજાગ્રસ્તોને ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ