બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 45 people converted again in Patan, Scheduled society people of some villages accepted Buddhism

ધર્મ પરિવર્તન / પાટણમાં ફરી એકસાથે 45 લોકોનું ધર્મ પરિવર્તન, કેટલાંક ગામોનાં અનુસુચિત સમાજના લોકોએ બૌદ્ધ ધર્મ કર્યો અંગીકાર

Priyakant

Last Updated: 02:38 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan Conversion Of Religion News: સરસ્વતી તાલુકાનાં 6 જેટલા ગામના 40થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું, અનુસૂચિત સમાજના લોકોએ કર્યું ધર્મ પરિવર્તન

  • સરસ્વતી તાલુકામાં લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
  • અનુસૂચિત સમાજના લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
  • 45 લોકોએ હિંદુ ધર્મ છોડીને અપનાવ્યો બૌદ્ધ ધર્મ

પાટણમાં હિન્દુ ધર્મમાં ફરી ગાબડું પડ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. વાત જાણે એમ છે કે, પાટણ જિલ્લામાં ધર્મ પરિવર્તન અટકવાનું નામ નથી લઈ રહ્યું. વિગતો મુજબ તાજેતરમાં સરસ્વતી તાલુકાનાં લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. જેમાં 6 જેટલા ગામના 40 થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે પાટણ કલેક્ટરે આ લોકોને જવાબ માટે બોલાવ્યા ત્યારે આ લોકોએ પોતાનો જવાબ પણ રજૂ કર્યો હતો. 

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગામોમાં 6 જેટલા ગામના લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે. વિગતો મુજબ સરસ્વતી તાલુકાના ચારુપ, વાસણી, વદાણી, વાગડોદ, કોઈટા અને કાનોસણ ગામનાં લોકોએ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોએ હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ  અપનાવ્યો છે. આ લોકોમાં મહિલા-પુરુષો અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 

જાણો શું છે કારણ ? 
ધર્મ પરિવર્તન કરનાર ગામોમાં આઝાદી બાદ પણ અનુસૂચિત સમાજના લોકો વરઘોડા ન નિકાળી શકતા હોવાનું પણ આ લોકો જણાવી રહ્યા છે. આગેવાન બાબુલાલ રોહિતે જણાવ્યું હતું કે, 21મી સદીમાં પણ પાટણ જીલ્લાનાં ગામોમાં અસ્પૃશ્યતા છે. અસ્પૃશ્યતા ભેદભાવ અને અસમાનતાથી કંટાળી અમે ધર્મ પરિવર્તન કર્યું છે. આ સાથે કહ્યું કે, બૌદ્ધ ધર્મમાં સમાનતા હોવાને કારણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ