બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / 38 partners to attend NDA meeing on Tuesday: BJP chief Nadda

2024 ચૂંટણીના સોગઠા / ભારતીય રાજકારણમાં પહેલી વાર આવતીકાલે બનશે આ મોટી ઘટના, હજુ સુધી નથી થયું આવું, બરાબરની ટક્કર

Hiralal

Last Updated: 06:12 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 જુલાઈએ રાજનીતિની બે મોટી ઘટનાઓ બની રહી છે જેમાં બેંગ્લુરુમાં 26 પાર્ટીઓવાળી વિપક્ષની બેઠક મળવાની છે તો દિલ્હીમાં પણ એનડીએની બેઠક ગોઠવાઈ છે જેમાં 38 પક્ષો ભાગ લેશે.

  • આવતીકાલનો દિવસ રાજકારણ માટે મોટો 
  • બેંગ્લુરુમાં વિપક્ષની મોટી બેઠક, 26 પાર્ટીઓ સામેલ થશે
  • વિપક્ષને જવાબ આપવા NDAની પણ મોટી બેઠક, 38 પક્ષો થશે સામેલ

2024ની લોકસભાની ચૂંટણી માટે શાસક અને વિપક્ષે અત્યારથી ચોગઠા ગોઠવવાનું શરુ કરી દીધું છે. એક બાજુ સરકાર છે અને બીજી બાજુ વિપક્ષ, આવતીકાલે ભારતીય રાજનીતિમાં બે મોટી ઘટનાઓ બનવાની છે. કેન્દ્રના શાસક ગઠબંધન એનડીએ દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે જેમાં એનડીએના 38 પક્ષો સામેલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈ મંગળવારના રોજ સત્તારૂઢ NDAની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે આ બેઠક થઈ રહી છે. 18 જુલાઈએ જ NDAની રચનાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 

બેંગ્લુરુમાં વિપક્ષની મોટી બેઠક
બીજી તરફ બેંગ્લુરુમાં વિપક્ષની પણ મોટી બેઠક મળવાની છે જેમાં 26 પાર્ટીઓ સામેલ થવાની છે. બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, સોનિયા ગાંધી અ્ને રાહુલ ગાંધી બેંગ્લુરુ પહોંચી ગયા છે. બીજા પણ મોટા નેતાઓ ત્યાં પહોંચી રહ્યાં છે. 

આજે રાત્રે વિપક્ષી પાર્ટીઓનું ડિનર 
વિપક્ષના મોટા નેતાઓ 17-18 જુલાઈના રોજ બેંગલુરુમાં બેઠક કરી રહ્યા છે. આ પહેલા પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઈ ચૂકી છે. કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલે જણાવ્યું કે બેંગલુરુમાં યોજાનારી બેઠકમાં 26 પક્ષો ભાગ લેશે. આજે રાત્રે વિપક્ષી પાર્ટીઓ માટે એકસાથે ડિનર છે. આવતીકાલે સવારે 11 કલાકે મેગા મિટિંગ શરૂ થશે. આ બેઠકમાં સોનિયા અને રાહુલ ગાંધી, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, લાલુ યાદવ, નીતિશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, એમકે સ્ટાલિન સહિતના વિપક્ષી નેતાઓ ભાગ લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ