બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 people died of the same family due to pothole in bharuch's netrang

કોણ જવાબદાર! / ભરૂચના નેત્રંગમાં તંત્રની બેદરકારીએ લીધો 3 લોકોનો ભોગ!, ખાડાથી બચવાનો પ્રયાસ કરતા કાર સીધી ડેમમાં જઇને ખાબકી

Dhruv

Last Updated: 12:23 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં નેત્રંગ તાલુકાના રમણપુરા ગામે ખાડાના કારણે તલાટી મહિલા સહિત એકજ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો.

  • ભરૂચમાં ખાડાના કારણે તલાટી સહિત 3ના મોત
  • કારચાલકે ખાડાથી બચવાનો કર્યો હતો પ્રયાસ
  • ખાડાના કારણે કાર ડેમમાં ખાબકતા મોતને ભેટ્યા

રાજ્ય (Gujarat) માં હાલ રસ્તાઓની જે ખરાબ હાલત જોવા મળી રહી છે તેને લઇને દરેક જગ્યાએ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર પડેલા ઠેર-ઠેર ખાડાઓના કારણે લોકોએ અકસ્માતના ભોગ બનવું પડે છે. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે.

ખાડાથી બચવાનો પ્રયાસ કરવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી

ભરૂચમાં ખાડાના કારણે તલાટી સહિત 3 લોકોના મોત નિપજ્યાં છે. તલાટી મહિલા સહિત એકજ પરિવારના ત્રણ લોકોએ ખાડાના કારણે જીવ ગુમાવ્યો છે. આ બનાવ નેત્રંગ તાલુકાના રમણપુરા ગામનો છે કે જેમાં કારચાલકે ખાડાથી બચવાનો પ્રયાસ કરવા જતા કાર ડેમના પાણીમાં ખાબકી હતી. આથી પરિવારના ત્રણેય લોકોના મૃત્યુ થયા છે.

આખોય પરિવાર હોમાઇ ગયો તો હવે તેના જવાબદાર કોણ?

જોકે, અહીં અનેક સવાલો ઊભા થાય છે કે રાજ્યમાં અનેકવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે તેમ છતાં તંત્ર કેમ જાગતું નથી? શું તંત્ર દર વખતે આવી કોઇ ઘટના ઘટતી રહે એની રાહ જુએ છે? જો સમયસર રસ્તો રિપેર થઇ ગયો હોત તો આ દુર્ઘટના ન સર્જાઇ હોત. ક્યાં સુધી તંત્રની બેદરકારીના કારણે લોકો આ પ્રકારની પરિસ્થિતિને ભોગવતા રહેશે? અકસ્માતમાં આખોય પરિવાર હોમાઇ ગયો તો હવે તેના જવાબદાર કોણ? આખરે ક્યારે આવા ખાડાઓથી લોકોને રાહત મળશે? શું આ સમસ્યાનો કોઇ કાયમી ઉકેલ નથી? ખરાબ રસ્તાના કારણે ક્યાં સુધી લોકોને મુશ્કેલી પડતી રહેશે? વરસાદ બાદ દર વર્ષે કેમ આવી સ્થિતિ સર્જાય છે?

બાયડના બાદરપુરાના ગ્રામ્યજનો ખરાબ રસ્તાને લઈ આંદોલન પર ઉતર્યા

મહત્વનું છે કે, રાજ્યમાં ઠેર-ઠેર આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેના લીધે અરવલ્લીના બાયડના બાદરપુરા ગામે રસ્તાને લઈને લોકો આંદોલન પર ઉતર્યા છે. ગ્રામજનોએ પાણીમાં બેસી ખરાબ રસ્તાને લઇ રામધૂન બોલાવી. છેલ્લા 40 વર્ષથી બાદરપુરા, રામપુરા કંપા અને કાનજીપુરાનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.

ખરાબ રસ્તાને લઇ ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆત પણ કરી ચૂક્યાં છે તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અનેક રજૂઆત બાદ પણ અંતે તો પરિણામ શૂન્ય જ મળે છે. આથી, જો સારો રસ્તો તૈયાર નહીં કરવામાં આવે તો ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ