બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 3 out of 5 accidents happen in Gujarat

વણજાર / ગુજરાતમાં અકસ્માતોની હારમાળા: 5 બનાવોમાં 3ના કમકમાટી ભર્યા મોત, જુઓ ક્યાં કઈ બેદરકારી જીવ લઈને ગઈ

Kishor

Last Updated: 11:47 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં મહાનગરોમાંથી 5 અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના  મણિનગર, ઉષ્માનપુરા, સાણંદ બ્રિજ, વડોદરા, સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે.

  • છેલ્લા 24 કલાકમાં મહાનગરોમાંથી 5 અકસ્માતોની ઘટના
  • સુરતના બારડોલીમાં ત્રણ વિદ્યાર્થીઓના મોતથી અરેરાટી
  • અકસ્માતને પગલે ડરામણા દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજના ગોઝારા અકસ્માતને પગલે રાજ્ય આખી હચમચી ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહાનગરોમાંથી 5 અકસ્માતોની ઘટના સામે આવતા ડરામણા દ્રશ્યો સર્જાયા હતા.અમદાવાદના  મણિનગર, ઉષ્માનપુરા, સાણંદ બ્રિજ, વડોદરા, સુરતમાં અકસ્માતની ઘટના સામે આવી છે.

3 out of 5 accidents happen in Gujarat

મણીનગરમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત કર્યો

મોડી રાત્રે અમદાવાદમાં વધુ એક નબીરાએ  અકસ્માત સર્જ્યો હતો. મણીનગરમાં નશામાં ધૂત નબીરાની કારે ચારથી પાંચ પલટી મારી દીધી હતી. બાદમાં કાર સાઈડમાં પડેલા બાંકડા પર ઘુસી ગઈ હતી. જો કે આ દરમીયાન બાકડા પર બેઠેલા ત્રણ લોકો સમય સૂચકતા વાપરી નાસી છૂટતા જાનહાની અટકી હતી. જોકે નશામાં ધૂત કાર ચાલકને ઇજા પહોંચી હતી. બીજી બાજુ ગાડીની તપાસ કરતા ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી. વારંવાર અકસ્માતની ઘટનાને લઈને અમદાવાદમાં જાહેર રસ્તા પર લોકોનો ફરવું અને બેસવું જોખમી બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અકસ્માતની ઘટનામાં બચેલા અને પ્રત્યક્ષદર્શી એ VTV ન્યુઝ સાથે કરી વાતચીતમાં કહ્યું હતું કે ગઇકાલે રાત્રે મારો નવો જન્મ થયો એવું લાગ્યું છે. જો બાંકડાની પાછળ ન ગયો હોત તો મારું મોત થઈ નકકી હતું.

ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો

તો અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં વહેલી સવારે રોડ ક્રોસ કરતા રાહદારીને કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઉસમાનપુરા નજીકની આ ઘટનાને લઈને રાહદારીઓ એકઠા થયા હતા. બાદમાં કારની ઠોકરે યુવાને ઇજા થતાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તે જે રીતે શહેરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના SG હાઈવે પર સામે આવી હતી. જેમાં સાણંદ બ્રિજ પર ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યા તપાસ હાથ ધરી હતી.

વડોદરામાં અકોટા ડી-માર્ટ પાસે અકસ્માત થયો હતો

રાજ્યમાં અકસ્માતની વણઝાર વચ્ચે વડોદરામાં અકોટા ડી-માર્ટ પાસે અકસ્માત થયો હતો. 4 જૂનના થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. જેમાં કાર ચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વગર ટર્ન લેતાં બાઈક ચાલક અથડાયો હતો. બાદમાં આ અકસ્માતમાં યુવરાજ સોલંકી નામના બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ ઇજાગ્રસ્ત બાઈક ચાલકની ગોત્રી પોલીસ  ફરિયાદ ન નોંધતી હોવાના આરોપ લાગી રહ્યા છે. જેને લઈને બાઈક ચાલકના એડવોકેટએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

અકસ્માતમાં 3 વિદ્યાર્થીના મૃત્યુ
વધુમાં સુરતના બારડોલીમાં વાનનો ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ઇસનપુર ગામે અકસ્માત સર્જાતા 3 વિદ્યાર્થીને કાળ આંબી ગયો હતો. પારસ શાહ  (રહે. નવાપરા માંડવી) જય અમરચદ શાહ (રહે : કામરેજ) અને કીર્તન કુમાર ભાવસાર (રહે મહુવા)નું મોત થયું હતું. બેફામ સ્પીડે આવતી વાન વૃક્ષ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. માલિબા કોલેજથી પરત ફરી માંડવી જતા સમયનો બનાવ બન્યો હતો.આ વેળાએ વાહનમાં 6 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. હાલ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ