બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 260 new cases of corona virus were reported in Gujarat today

ગરમીએ હણ્યો વાયરસને ! / હાશ સારુ થયું, ગુજરાતમાં કોરોના 'બેસી ગયો' ! આજે ગઈ કાલ કરતાં કેસમાં મોટો ઘટાડો, 260 નવા કેસ

Priyakant

Last Updated: 07:49 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે ગઇકાલ કરતાં કોરોના કેસોમાંમોટો ઘટાડો થયો, એક્ટિવ કેસની સંખ્યા 2056 પર પહોંચી, કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત

  • ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 260 કેસ નોંઘાયા
  • રાજ્યમાં આજે એક્ટિવ કેસની સંખ્યા 2056 પર પહોંચી
  • કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત

ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે.  કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 260 પોઝીટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે ગઇકાલ કરતાં કોરોના કેસોમાં મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 260 કેસ નોંધાયા છે. આજે સૌથી વઘુ અમદાવાદમાં 83 કેસ નોંઘાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 2056 પર પહોંચી છે. આ તરફ કોરોનાથી અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં 1-1 દર્દીના મોત થયા.

મહત્વનું છે કે, ગઈકાલે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 328 પોઝીટિવ કેસ નોંધાયા હતા. જોકે આજે મોટા ઘટાડા સાથે તે આંકડો 260 કેસ પર પહોંચ્યો છે. 

કોરોનાના નવા 260 કેસ નોંધાયા
ગુજરાતમાં આજે કોરોનાના નવા 260 કેસ નોંધાયા છે. આજે સૌથી વઘુ અમદાવાદમાં 83 કેસ નોંઘાયા છે. આ સાથે વડોદરામાં 46, સુરતમાં 36, મોરબીમાં 21, મહેસાણામાં 10, રાજકોટમાં 9, ગાંઘીનગરમાં 8, વલસાડ અને ભરૂચમાં 6-6, કચ્છ અને મહિસાગરમાં 4-4, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 4-4, બનાસકાંઠામાં 3  કેસ સામે આવ્યા છે. આ સાથે ભાવનગર અને જામનગરમાં 3-3, આણંદમાં 2, નવસારીમાં 2, અમરેલી અને દાહોદમાં 1-1, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા અને પંચમહાલમાં 1-1 કોરોના કેસ નોંધાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ