બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 2000 scholarship per month for girls UGC is running the scheme

તમારા કામનું / છોકરીઓને દર મહિને મળશે 2,000ની સ્કોલરશીપ, UGC ચલાવી રહી છે સ્કીમ, જાણો આખી ડિટેલ્સ

Kishor

Last Updated: 12:08 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UGC દ્વારા 'પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્દિરા ગાંધી સ્કોલરશિપ સ્કીમ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ' નામની સ્કોલરશિપ સ્કીમ  ચલાવાઈ રહી છે.

  • શિક્ષણ માટે શિષ્યવૃત્તિની અનેક કલ્યાણકારી યોજનાઓ
  • નબળા પરિવારમાંથી આવતી વિદ્યાર્થિનીઓને દર મહિને 2000 રૂપિયાની ચુકવણી
  • વિદ્યાર્થીનીની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ

આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ન અટકી પડે તે માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિની અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. આ યોજનાનો લાભ લઈ અનેક જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓ આગળ ભણી શકે છે. શિષ્યવૃત્તિના યશ પરિણામ સ્વરૂપે પોતાનો અભ્યાસ સરળતાથી કરી શકે. આ શિષ્યવૃત્તિ યોજનાઓમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ની યોજનાનો પણ સમાવેશ થાય છે. જેના ભગરુપે નબળા પરિવારમાંથી આવતી વિદ્યાર્થિનીઓને દર મહિને 2000 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, યુનિવર્સિટીમાં પ્રવેશ માટે CUET-PGનો  કાર્યક્રમ જાહેર, UGC ચેરમેનનું એલાન I UGC PG 2023 exam registration  started, all the details about that is here


વર્ષ મા દર મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે
 'પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્દિરા ગાંધી સ્કોલરશિપ સ્કીમ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ' નામની સ્કોલરશિપ સ્કીમ UGC દ્વારા ચલાવાઈ રહી છે જે વિદ્યાર્થિનીઓ પીજી એટલે કે અનુસ્નાતકમાં પ્રવેશ લે છે.તેઓને આ યોજના હેઠળ આખા બે વર્ષ માટે દર મહિને 2000 રૂપિયા આપવામાં આવે છે. અહીં ખાસ વાત એ છે કે, સિંગલ ગર્લ ચાઈલ્ડ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્દિરા ગાંધી શિષ્યવૃત્તિ યોજનાનો માત્ર તે વિદ્યાર્થીની જ લાભ લઇ શકશે જે પોતાના માતાપિતાની એકમાત્ર સંતાન છે. જેથી વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે, જેમણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા અન્ય કોઈ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં પીજી માટે એડમિશન લીધું હોય. તેમજ વિદ્યાર્થીનીની ઉંમર 30 વર્ષથી વધુ નથી.


 વિદ્યાર્થીનીઓની લાયકાત મુજબ અરજી
યોજનામાં કરેલી જોગવાઈ અનુસાર વિદ્યાર્થીનીઓ અન્ય કોઈ શિષ્યવૃત્તિનો લાભ લઈ રહી છે તેઓ પણ આ યોનના માટે લાયક ગણાશે નહિ! નોંધનિય છે કે આ સિવાય યુજીસી દ્વારા અન્ય ઘણી શિષ્યવૃત્તિ યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. તો વધુ વિગત માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ચકાસણી કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ