બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 200 students of Rajkot's PDU Medical College were suspended for 15 days

એક્શન / રાજકોટની PDU મેડિકલ કોલેજના 200 વિદ્યાર્થીઓ 15 દિવસ માટે PSM વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ, જાણો કેમ

Malay

Last Updated: 11:24 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટની PDU મેડિકલ કોલેજના MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને 15 દિવસ માટે પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી કરાયા સસ્પેન્ડ.

  • MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સસ્પેન્ડ 
  • 200 વિદ્યાર્થી 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા
  • ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ કર્યો હતો હોબાળો

રાજકોટથી એક ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટની PDU મેડિકલ કોલેજના MBBSના ત્રીજા વર્ષના તમામ વિદ્યાર્થીઓને લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન કરવા બદલ  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PDU મેડિકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીને પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી 15 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સાથે તમામ પર 15 દિવસ સુધી કોલેજ અને હોસ્ટેલના કેમ્પસમાં પણ પ્રવેશબંધી લગાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ગત 20 તારીખે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું.

શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું કર્યું હતું ઉચ્ચારણ
આ મામલે પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે 'સંસ્થા ખાતે તૃતિય વર્ષ પાર્ટ - 1 અભિષેક શર્મા બેંચમાં પી.એસ.એમ વિષયના લેક્ચર તા.20/07/2023ના રોજ બપોરે 3:00થી 4:00 વાગ્યા સુધી ડો.રૂજલ ભીતોરા, પી.એસ.એમ વિભાગ લેક્ચર લેવામાં આવેલા. જેમાં વિદ્યાર્થીઓને જરૂરી સૂચનાઓ આપવા છતાં પણ તેમના દ્વારા શિસ્તભંગ અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ તેમજ લેક્ચર શરૂ ન કરવા માટે ગંભીર રીતે ખલેલ પહોંચાડવામાં આવેલ.' 

PSM વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી કરાયા સસ્પેન્ડ
પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 'આ પ્રકારનું બિનજવાબદારીભર્યું વર્તન તથા ગેરશિસ્તના કારણોસર તમામ વિદ્યાર્થીઓને દિન-15 31/07/2023થી 14/08/2023 સુધી પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તથા વિદ્યાર્થીઓની હોસ્ટેલ અને કોલેજ કેમ્પસની એન્ટ્રી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.'

તમામ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
આ મામલે મેડિકલ કોલેજના ડીને ડો.મુકેશ સામાણીએ જણાવ્યું કે, 20મી જુલાઈએ વરસાદ આવતો હોવાથી વિદ્યાર્થીઓએ લેક્ચર નહીં લેવા જણાવ્યું હતું પરંતુ લેક્ચર લેનાર પ્રોફેસરે હવે વરસાદ બંધ થઇ ગયો હોઈ લેક્ચર ચાલુ રાખવાનો આગ્રહ  કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને અધ્યાપક વચ્ચે બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ લેક્ચર સામે બેજવાબદારીભર્યું વર્તન કર્યું હતું. જેથી કડક કાર્યવાહીના ભાગરૂપે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ