બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 15 people were electrocuted during Tajiya in Rajkot's Dhoraji
ADVERTISEMENT
રાજકોટના ધોરાજીમાં તાજીયા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી બેના મોત નીપજ્યાં છે, જ્યારે અન્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 3 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
મોહરમના તાજીયાને ઉપાડતી વખતે લાગ્યો કરંટ
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. જેથી આ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
3થી 4 લોકોની હાલત ગંભીર
આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા. 15 પૈકી બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે અન્યની હાલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તો આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT
ઝારખંડમાં પણ ઘટી હતી દુર્ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ઝારખંડના બોકારોમાં પણ આવી જ દુર્ઘટના ઘટી હતી. શનિવારે સવારે લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારમાં લોકો તાજીયા જુલુસ કાઢી રહ્યા હતા તે દરમિયાન તાજીયા 11000 વોલ્ટના વાયરના સંપર્કમાં આવ્યા હતા. જેના કારણે તાજીયા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના પગલે થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
Jharkhand | Four people were killed and 10 suffered burn injuries when the Tazia they were carrying during the Moharram procession came in contact with a high-tension electric wire in Khetko village of Peterwar Block in Bokaro District today pic.twitter.com/6jFQsDighz
— ANI (@ANI) July 29, 2023
ADVERTISEMENT
4 લોકોના મોત, 9 લોકો ઘાયલ
આ તરફ સ્થાનિક લોકોની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ દરમિયાન એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ગેરવહીવટના કારણે લોકોએ હોબાળો મચાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.